________________
તેમની સેવા કરી. તથા ભગવાન પાર્શ્વનાથ દ્વારા ઉપદિષ્ટ વ્યુતચરિત્ર લક્ષણ ધર્મ સાંભળે અને તે પિતાના હૃદયમાં ધારણ કર્યો. ત્યાર પછી તેણે હાથ જોડીને પ્રાર્થના કરી–હે ભગવન્! હું મારા મોટા દીકરાને કુટુંબને ભાર સોંપી દઈને આપની પાસે સંયમ ગ્રહણ કરવા ઈચ્છા રાખું છું. ત્યાર પછી તે ભગવતી સૂત્રમાં કહેલ ગંગદત્તની પેઠેજ વિષય સુખને કિપાક ફલની જેમ સમજી જીવનને પાણીના પરપોટા તથા કુશના અગ્ર ભાગમાં રહેલાં જલબિંદુ સમાન ચંચલ અને અનિત્ય સમજીને તથા ઘણું ચાંદી, ધન, સોનું, રત્ન, મણિ (ઝવેરાત), મોતી, શંખ, શિલા, પ્રવાલ, રકત રત્ન (માણેક) આદિ છોડી દઈને અને દાન દઈને તથા સંપત્તિના ભાગીદારને સંપત્તિને લાગ આપી પોતાના ઘરથી નીકળી ગંગદત્તની પેઠે પ્રત્રજિત થઈ ગયા. પ્રવ્રજ્યા લઈને તે અંગતિ અનગાર ઈર્યા આદિ પાંચ સમિતિએથી સમિત. મન આદિ ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા મમત્વ રહિત અને અકિંચનબાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત તથા પાંચે ઈન્દ્રિયનું દમન કરવાવાળા અનગાર થઈ ગયા. તથા ગુપ્ત બ્રહ્મચારી બન્યા. ત્યાર પછી અંગતિ અનગારે અત્ પાર્વ પ્રભુના તથા બહુશ્રુત-સ્થવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન પછી ઘણા ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, માસાર્ધ (ા માસ) માસ ક્ષમણ રૂપ અનેક તપથી પિતાના આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો સુધી ચારિત્ર પાલન કર્યું પણ ઉત્તર ગુણના વિરાધનાને કારણે વિરાધિતચારિત્રવાળા થઈ અર્ધમાસિકી સંખનામાં અનશન દ્વારા ત્રીશ ભકતનું છેદન કરી કાલ માસમાં કોલ કરીને ચન્દ્રાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવદૂષ્ય વસ્ત્રોથી આચ્છાદિત (ઢંકાયેલી) દેવશય્યામાં તે અંગતિ અનગાર ૧) આહાર-પર્યાપ્તિ (૨) શરીર-પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય-પર્યાસિ (૪)શ્વાસે શ્વાસ-પર્યાણિ-ભાષામનઃ -પર્યાતિ ભાવને પ્રાપ્ત કરીને જ્યોતિષના ઈન્દ્ર ચંદ્ર બનીને ઉત્પન્ન થયા.
- વિરાધના બે પ્રકારની છે-મૂલગુણવિરાધના અને ઉત્તરગુણવિરાધના તેમાં પાંચ મહાવ્રતમાં દેષ લગાડવો એ મૂલગુણવિરાધના છે. અને પિંડ વિશુદ્ધિ આદિમાં દેષ લગાડવો જેમકે કઈવાર બેતાલીશ ષ સહિત આહાર
શ્રી નિરયાવલિકા સૂત્ર