________________
સોમિલ બ્રહ્મણકા વર્ણન
ગૌતમે પૂછ્યું:—
હે ભગવન્! આ શુક્રમહાગ્રહ તેના પૂર્વજન્મમાં કોણ હતા ?
હે ગૌતમ ! તે કાલે તે સમયે વારાણસી નામે નગરી હતી તે નગરીમાં સામિલ નામે બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણ આઢય યાવત અપરિભૂત હતા. તે ઋગ્વેદ વગેરે વેદ્ય તથા તેનાં અંગ અને ઉપાંગમાં પરિનિષ્ઠિત હતા. તે નગરીમાં ભગવાન પાર્શ્વનાથ તીર્થંકર પધાર્યા પરિષદ ધર્મકથા સાંભળવા માટે ભગવાન પાસે ગઈ.
ભગવાનના આવવાના સમાચાર સાંભળી તે વારાણસી નગરીમાં રહેવાવાળા સામિલ બ્રાહ્મણના હદયમાં આ પ્રકારના આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયા કે સુમુક્ષુજનાના આશ્રયણીય અર્હત્ પાર્શ્વનાથ તીર્થંકર તીર્થંકરોની મર્યાદાનું પાલન કરતા અહીં આમ્રશાલ વનમાં પધાર્યા છે.
આ માટે હું જઈને ભગવાન પાર્શ્વનાથની પાસે ઉપસ્થિત થાઉં અને તેમને અનેક અર્થવાળા શબ્દોના અર્થ તથા હેતુ = કારણ અથવા અનુમાનના પંચાવયવ વાકય પૂછું. આવા વિચાર કરી શિષ્યાને પાતાની સાથે લીધા વગર— એકલાજ– ભગવાનની પાસે આવ્યે અને આ પ્રકારે ભગવાનને પ્રશ્ન કર્યો:
હે ભદન્ત ! આપને યાત્રા છે ખરી ? આપને યાપનીય છે ? · સિવયા, માસ, અને કુલત્ય ' લક્ષ્ય છે કે અલક્ષ્ય ? આપ એક છે કે એ ? ઇત્યાદિ પ્રશ્નો કર્યો.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૯૨