________________
અંગતિ ગાથાપતિકાવર્ણન
આઢય, દીપ્ત અને અપરિભૂત” એ ત્રણ વિશેષણોથી અંગતિ ગાથા પતિને માટે દીપકનું દૃષ્ટાંત કહે છે, તે આ પ્રમાણે-જેમ દીપક, તેલ, દીવેટ અને શિખા (ઝાળ) થી યુક્ત થઈને વાયુરહિત સ્થાનમાં સુરક્ષિત રહી પ્રકાશિત થાય છે, તેમ અંગતિ ગાથાપતિ પણ, તેલ અને દીવેટની પેઠે આઢયતા અર્થાત્ ઋદ્ધિથી, શિખાની જગ્યાએ ઉદારતા ગંભીરતા આદિથી અને દીપ્તિથી યુક્ત થઈને વાયુરહિત સ્થાનની સમાન મર્યાદાના પાલન આદિ રૂપ સદાચારથી તથા પરાભવરહિત પણાથી સંયુક્ત થઈને તેજસ્વિતા ધારણ કરતે હતા. એ રીતે આઢયતા દીપ્તિ અને અપરિભૂતતા, એ ત્રણેમાં રહેલે હેતુતાવરછેદક ધર્મ એક છે, તે કારણથી તૃણારણિમણિ જાયે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ શબ્દોમાં પ્રમાણુતાની પિઠે પ્રત્યેકને (માત્ર આયતા, માત્ર દીપ્તિ, અથવા માત્ર અપરિભૂતતા-એ એક એકને) હેતુ માનવે નહિ.
જે પ્રકારે આનંદ ગાથાપતિ ધનધાન્ય આદિથી યુકત વાણિજય ગ્રામમાં નિવાસ કરતા હતા તેવી જ રીતે અંગતિ ગાથા પતિ પણ શ્રાવતી નગરીમાં નિવાસ કરતા હતા.
એ અંગતિ ગાથાપતિને, રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ તરફથી ઘણાં કાર્યોમાં, કારણો (ઉપા) માં, મંત્ર (સલાહ)માં, કુટુમ્બમાં, ગુહ્યોમાં, રહસ્યમાં, નિશ્રામાં અને વ્યવહારમાં એક વાર પૂછવામાં આવતું હતું, વારંવાર પણ પૂછવામાં આવતું હતું અને તે પિતાના કુટુંબનો પણ મેધિ, પ્રમાણ, આધાર, આલંબન, ચક્ષુ, મેધીભૂત, ચાવત બધાં કાર્યોને આગળ વધારનારે હતે.
અહીં “જ્ઞાા' શબ્દથી રાજા, ઈશ્વર, તલવર, માંડવિક અથવા માડંબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ, એટલા શબ્દોનું ગ્રહણ થાય છે. માંડલિક નરેશને રાજા અને એશ્વર્યવાળાઓને ઈશ્વર કહે છે. રાજા સંતુષ્ટ
શ્રી નિરયાવલિકા સૂત્ર
८४