________________
થઈને જેને પટ્ટબંધ આપે છે તે રાજાઓના જેવા પટ્ટબંધથી વિભૂષિત લેકે તલવર કહેવાય છે. જેની વસતી છિન્ન ભિન્ન હોય તેને મંડવ અને તેના અધિકારીને માંડવિક કહે છે. “માવિક' ની છાયા “મા ” કરવામાં આવે તે
મા”િ ને “પાંચ ગામોને ધણી” એવો અર્થ થાય છે. અથવા અઢી અઢી ગાઉને અંતરે ૨ જુદાં જુદાં ગામ વસ્યાં હોય તેના ધણીને મારવ કહે છે જે કુટુમ્બનું પાલન-પોષણ કરે છે અથવા જેની દ્વારા ઘણાં કુટુમ્બનું પાલન થાય છે, તેને કૌટુમ્બિક કહે છે. “મ” નો અર્થ “હાથી” છે, અને હાથીના જેટલું દ્રવ્ય જેની પાસે હોય, તેને “” કહે છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદે કરીને ઈલ્ય ત્રણ પ્રકારના છે. હાથીની બરાબર મણિ, મોતી, પરવાળાં, એનું ચાંદી આદિ દ્રવ્યના ઢગલાના જે સ્વામી હોય તેઓ જઘન્ય ઈભ્ય છે. હાથીની બરાબર હીરા અને માણેકના ઢગલાના જે સ્વામી હોય તેઓ મધ્યમ ઈભ્ય છે. હાથીની બરાબર કેવળ હીરાના ઢગલાના જે સ્વામી હેય તેઓ ઉત્કૃષ્ટ ઇભ્ય છે. જેમની ઉપર લક્ષ્મીની પૂરેપૂરી કૃપા હોય અને એ કૃપાને કારણે જેમની પાસે લાખના ખજાના હેાય તથા જેમને માથે તેમનું સૂચન કરનારો ચાંદીને વિલક્ષણ પટ્ટ શોભાયમાન થઈ રહ્યો હોય, જે નગરના મુખ્ય વ્યાપારી હોય, તેને “શ્રેન્ટી’ કહે છે. ચતુરંગ સેનાના સ્વામીને “સેનાપતિ કહે છે. ગણિમ, ધરિમ મેય અને પરિચ્છેદ્ય રૂપ ખરીદવા–વેચવા વસ્તુઓ લઈને નફાને માટે દેશાંતર જનારાએને જે સાથે લઈ જાય છે. પેગ (નવી વસ્તુની પ્રાપ્તિ) અને ક્ષેમ (પ્રાપ્ત વસ્તુનું રક્ષણ) ની દ્વારા તેમનું પાલન કરે છે, ગરીબના ભલા માટે તેમને પૂંછ આપીને વેપાર દ્વારા ધનવાન બનાવે છે, તેમને “નાથવાણ” કહે છે, એક, બે, ત્રણ, ચાર આદિ સંખ્યાના હિસાબે જેની લેણ-દેણ થાય છે તેને ગણિમ કહે છે, જેમકે નાળીએર, સોપારી ઇત્યાદિ, ત્રાજવાથી તોલીને જેની લેણ-દેણ કરવામાં આવે છે તેને ધરિમ કહે છે, જેમકે ધાન્ય, જવ, મીઠું, સાકર ઈત્યાદિ, પાલી કે પવાલું જેવાં માપનાં વાસણથી માપીને જેની લેણ-દેણ કરવામાં આવે છે તેને મેય કહે છે, જેમકે દૂધ, ઘી, તેલ વગેરે. કસોટી આદિથી પરીક્ષા કરીને જેની લેણ-દેણ કરવામાં આવે છે તેને પરિચ્છેદ્ય કહે છે, જેમકે મણિ, મોતી, પરવાળા, ઘરેણું વગેરે અંગતિ ગાથા પતિને, એ રાજા, ઈશ્વર આદિ તરફથી ઘણાં કાર્યોમાં કાર્યોને સિદ્ધ કરવા માટેના ઉપાયમાં, ર્તવ્યને નિશ્ચિત કરવાના ગુપ્ત વિચારે મા.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૮૫