________________
તથા મહેન્દ્ર ધ્વજ પચીસ જન ઊંચો હતો. અને તે સિવાય બધું વર્ણન સૂર્યાસના જેવું જ સમજવું જોઈએ.
જે પ્રકારે સૂર્ય દેવ ભગવાનની પાસે આવ્યા, નાટ્યવિધિ કરી તથા પાછા ગયા એવી જ રીતે ચન્દ્રદેવના વિષયમાં જાણવું જોઈએ
તેમના ચાલ્યા ગયા પછી ગૌતમ સ્વામી પૂછે છે –
હે ભદન્ત ! આ ચન્દ્રદેવ પિતાની દેવશક્તિના પ્રભાવથી સર્વે દેવતાઓ દ્વારા નાટક દેખાડીને પછી બધાને અન્તહિત કરી કેવળ એકલાજ રહી ગયા આ મેટા આશ્ચર્યની વાત છે !
ભગવાને કહ્યું–હે ગૌતમ! જેમ કેઈ ઉત્સવમાં વિખરેલો જનસમૂહ વરસાદ આદિના ભયથી કોઈ એક વિશાલ ઘરમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે ચન્દ્રદેવ પિતાની વૈકિય શક્તિથી દેવતાઓની રચના કરી નાટક દેખાડી તેઓને સંકેલી લઈ પિતાના દેવશરીરમાં પ્રવેશ કરી લીધા.
ફરી ગૌતમ સ્વામીએ પુછયુંહ ભદન ! ચન્દ્રદેવ પૂર્વ જન્મમાં કોણ હતા?
ગૌતમને એવો પ્રશ્ન સાંભળી ભગવાને કહ્યું- હે ગૌતમ! તે કાલે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરમાં કેન્ડક નામે ચેત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામે એક ગાથાપતિ હતા તે ગાથાપતિ બહુ મોટી સમૃદ્ધિવાળો હતો. કીર્તિથી ઉજ્જવળ હતો. તેની પાસે ઘણાં ઘર, શય્યા, આસન ગાડી, ઘોડા આદિ હતાં. અને તે બહુ ધન, તથા બહુ સોના ચાંદી આદિનું લેણ દેણ કરતો હતો. તેના ઘરમાં ખાવા પીવા પછી પણ ઘણું અન્ન પાન અને ઘણું ખાવા પીવાને સામાન રહેતા હતા, જે અનાથ-ગરીબ મનુષ્ય તથા પશુ પક્ષીઓને આપી દેવાતા હતા. તેને ત્યાં દાસ દાસીઓ ઘણાં હતાં. તથા ગાય ભેંસ ભેડાં પણ બહુ હતાં. વળી તે અપરિભૂત–પ્રભાવશાળી હતે અર્થાત તેને કોઈ પરાભવ કરી શકતો નહોતો
શ્રી નિરયાવલિકા સૂત્ર
૮૩