________________
ત્યાર પછી તે બન્ને રાજાઓના દ્વાએ પિતપતાના સ્વામીની આજ્ઞામાં અનુરક્ત થઈને ઘણા મનુષ્યોને નાશ, મનુષ્યને વધ, મનુષ્યનાં મર્દન અર્થાત્ મનુષ્યોને સંહાર કરતા કરતા તથા નાચતા થકા ઘડેના સમૂહથી ભયંકર અને લહીથી રણભૂમિને કીચડવાળી બનાવતા બનાવતા એકબીજા સાથે લડવા લાગ્યા.
ત્યાર પછી તે કાલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા અને રથ તથા ત્રણ કરે. મનુષ્યની સાથે ગરૂડબૂહના પિતાના અગીયારમાં સ્કંધ અર્થાત્ ભાગ દ્વારા રથ મુશલ સંગ્રામ કરતા કરતા, સિનિનો સંહાર થઈ ગયા પછી, જેવી રીતે ભગવાને કાલી દેવીને કહ્યું, તે પ્રકારે તે માર્યા ગયા,
હે ગૌતમ! તે કાલકુમાર આવા પ્રકારના આરંભેથી તથા આવા પ્રકારનાં અશુભ કાર્યોના સંચયથી કાલને વખતે કોલ કરીને ચોથી પંકપ્રભા નામની પૃથ્વી (નરક) માં હેમાભ નામે નરકાવાસમાં નરયિક થઈ ઉત્પન્ન થયા.
હે ભદન્ત ! કાલકુમાર ચાથી પૃથ્વી (નરક) માંથી નીકળી કયાં જશે? અને કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! કાલકુમાર મહાવિદેહ ક્ષેત્રમાં જઈ આવ્ય (દ્ધિ-સમ્પત્તિથી ભરપૂર) કુળમાં ઉત્પન્ન થશે, અને દૃઢપ્રતિજ્ઞની પેઠેજ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને તમામ દુઃખનો અંત કરશે.
હે જખૂ! આ પ્રકારે સિદ્ધગતિ સ્થાનને પ્રાપ્ત કરેલા એવા શ્રમણ ભગવાન મહાવીરે નિરયાવલિકાના પ્રથમ અધ્યયનને આ ભાવ પ્રરૂપિત કર્યો છે અર્થાત્ ભગવાનના મુખેથી જેમ મેં સાંભળ્યું તેમ મેં તમને કહ્યું છે. (૪૫)
શ્રી નિરયાપાલિકા સૂત્રનું પ્રથમ અધ્યયન સમાપ્ત. (૧)
શ્રી નિરયાવલિકા સૂત્ર