________________
હે સ્વામિન ! નથી તે આ વાજબી કે નથી આવી રીતે કરવાની આવશ્યક્તા. વળી આ પ્રમાણે કરવું રાજકુલને ઉચિત પણ નથી કે આપ સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળો હાર રાજા કૃણિકને અર્પણ કરી દીઓ અને શરણે આવેલા કુમાર હલ્યને પાછો મોકલી દીઓ. હે સ્વામિન! જે રાજા કૃણિક ચતુરંગિણી સેના લઈને લડાઈ માટે તૈયાર કરીને આવે છે તે અમે લેકે પણ લડવા માટે તૈયાર છીએ.
તે રાજાઓની એ પ્રમાણે વાત સાંભળી રાજા ચેટકે તે અઢારે રાજાઓને આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિયે ! જે તમે લેકે કૃણિક સાથે લડવા ચાહતા હો તો પોતપોતાના રાજ્યમાં જાઓ અને ત્યાં જઈ સ્નાન આદિ વગેરે કિયા કરી લડવા માટે કાલ આદિ કુમારને સમાન તમે પણ સેના આદિથી સજજ થઈ અહીં આવો. રાજા ચેટકની આજ્ઞા સાંભળી તે ગણરાજાએ પોતપોતાના રાજ્યમાં જઈ અને ત્યાંથી સર્વ પ્રકારની સૈન્ય સામગ્રીથી યુકત થઈ રાજા ચેટકને સહાયતા કરવા માટે વિશાલી નગરીમાં આવે છે અને રાજા ચેટકને જય વિજય શબ્દ સાથે વધાવે છે.
ત્યાર પછી તે ચેટક રાજા પોતાના કૌટુમ્બિક પુરૂષને બેલાવે છે અને તેમને પિતાને આભિષેકય (પટ્ટ) હાથી સજ્જ કરી લાવવા આજ્ઞા આપે છે કૂણિકની પેઠે તે પણ પિતાના પટ્ટ હાથી પર બેસે છે.
ત્યાંથી તે ચેટક રાજા ત્રણ ત્રણ હજાર હાથી ઘેડા રથ અને ત્રણ કરોડ સૈનિકે સાથે કૂણિકની પેઠે જ પોતાની વૈશાલી નગરીની વચમાં થઈને જ્યાં તે અઢાર ગણરાજાઓ હતા ત્યાં આવ્યા.
અને ત્યાં તે ચેટક રાજા સતાવન હજાર હાથી, સતાવન હજાર ઘડા સતાવન હજાર રથ તથા સતાવન કરોડ સૈનિકોથી ઘેરાઈને તમામ પ્રકારના સાજ ખાજ અને વાજાં ગાજાની સાથે સારાં સારાં સ્થાનમાં પ્રાતઃ કાલિક ભજન કરતા થકા, છેડે થોડે દૂર મુકામ કરતા થકા, વિશ્રામ લેતા થકા, વિદેહ દેશની વચ્ચે-વચ્ચ થઈને જયાં દેશની સરહદ હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને પિતાની છાવણું તૈયાર કરાવી અને લડાઈ માટે રાજા કૃણિકની રાહ જોવા લાગ્યા.
શ્રી નિરયાવલિકા સૂત્ર