________________
થઈને નીકળ્યા. અને ત્યાંથી નીકળી જ્યાં કાલ આદિ દશ કુમારો હતા ત્યાં આવ્યા અને કાલ આદિ દશ કુમારને મળ્યા.
ત્યાર પછી તે કૃણિક રાજા તેત્રીસ હજાર હાથી, તેત્રીસ હજાર ઘોડા તેત્રીસ હજાર રથ તથા તેત્રીસ કરોડ સૈનિકેથી ઘેરાયેલા અને તમામ જાતની યુદ્ધ સામગ્રી ચુકત થઈ વાજતે ગાજતે શુભ સ્થાનમાં ખાન-પાન કરતા કરતા થોડે થોડે દૂર પર મુકામ કરતા કરતા વિશ્રામ લેતા થકા અંગ દેશની વચ્ચે-વચ્ચે થઈને જ્યાં વિદેહ દેશ હતું જયાં વૈશાલી નગરી હતી ત્યાં જાવાને નિશ્ચય કર્યો. (૪૩)
રાજા કૃણિક ચેટકકા યુદ્ધ ઔર કાલકુમારકા મરણ
‘ત છે ” ઈત્યાદિ.
ત્યાર પછી તે ચેટક રાજાએ કૃણિકની ચડાઈના સમાચાર સાંભળી તેણે કાશી તથા કૌશલ દેશના નવ મલ્લકી અને નવ લેચ્છકી એમ અઢાર ગણરાજાઓને બોલાવી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા.
હ દેવાનુપ્રિયે ! વહલ્ય કુમાર રાજા કૃણિકથી ડરીને સેચનક ગંધહાથી તથા અઢાર સરવાળે હાર લઈને મારી પાસે ચાલ્યા આવ્યા છે. એના સમાચાર મળતાં કૃણિકે મારી પાસે ત્રણ દૂત મોકલ્યા પણ મેં તે દૂતને કારણ બતાવી ના પાડી દીધી. ત્યાર પછી કૂણિકે મારી વાત ને નહિ માનીને ચતુરંગિણી સેના સાથે લડાઈ માટે તૈયાર થઈને અહીં આવી રહ્યો છે. તે શું હે દેવાનુપ્રિયે! સેચનક ગંધહાથી અને અઢાર સરને હાર રાજા કૃણિકને આપી દે અને વેલ્ય કુમારને તેની પાસે મોકલી દેવો કે તેની સાથે લડાઈ કરવી?
ત્યાર પછી તે અઢારે ગણ રાજાઓએ હાથ જોડીને આ પ્રમાણે કહ્યું
શ્રી નિરયાવલિકા સૂત્ર