________________
આ સાંભળી તે કાલ આદિ દશ કુમારોએ રાજા કૃણિકની આ વાતનો સ્વીકાર કર્યો.
ત્યાર પછી તે કૂણિક રાજ કાલ આદિ દશ કુમારને આ પ્રમાણે કહે છેહે દેવાનુપ્રિયે ! તમે લોકો પોત-પોતાના રાજ્યમાં જાઓ. ત્યાં જઈને સ્નાન તથા માંગલિક કર્મ કરી હાથી ઉપર ચડી તમારામાંના દરેક કુમાર ત્રણ ત્રણ હજાર હાથી, ત્રણ-ત્રણ હજાર રથ, ત્રણ-ત્રણ હજાર ઘેડા અને ત્રણ ત્રણ કરેડ સૈનિકે સાથે તમામ પ્રકારની સામગ્રી લઈ તૈયાર થઈ વાજતે ગાજતે પિતપોતાના નગરમાંથી નીકળી મારી પાસે આવે.
આ સાંભળી તે કાલ આદિ દશ કુમારે પિતપતાના રાજ્યમાં ગયા. ત્યાં જઈને કુણિકના કહ્યા પ્રમાણે તમામ પ્રકારની તૈયારી કરી એવું સર્વે પ્રકારની સામગ્રી લઈને પોતપોતાના નગરોમાંથી નીકળ્યા. અને અંગ દેશ ચંપા નગરીમાં રાજા કૃણિકની પાસે આવ્યા. ત્યાં આવીને હાથ જોડી જય વિજ્ય શબ્દોથી રાજાને વધાવ્યા.
રાજા કૃણિકકી-ચેટકકી યુદ્ધ તૈયારિયાં
કાલ આદિ દશ કુમારે આવ્યા પછી કૃણિક રાજા પોતાના કૌટુમ્બિક પુરૂષને બેલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા–હે દેવાનુપ્રિયે! એકદમ જલદીથી આભિજ્ય (પટ્ટ) હાથીને સજા તથા ઘોડા હાથી રથ અને ચતુરંગિણી સેનાને તૈયાર કરે. મારી આજ્ઞા પ્રમાણે તૈયારી કરી મને ખબર આપે. રાજા કૃણિકની આ આજ્ઞાને સાંભળી તેઓએ રાજાના કહેવા પ્રમાણે બધાં કાર્ય કરી રાજાને ખબર આપી.
ત્યાર પછી તે કુણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા અને સ્નાન આદિ કથિી નિવૃત્ત થઈ ત્યાંથી નીકળી જ્યાં બહારનો સભામંડપ હતું ત્યાં પહોંચ્યા અને ત્યાં આવીને તે રાજા તમામ પ્રકારે સુસજિત થઈને પિતાના આભિષેકય હાથી ઉપર બેઠા.
ત્યાર પછી તે કૂણિક રાજા ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ તથા ત્રણ કરોડ સૈનિકે સહિત તમામ યુદ્ધની સામગ્રીઓ સાથે ચંપા નગરીના મધ્યભાગમાં
શ્રી નિરયાવલિકા સૂત્ર