________________
આજ્ઞા દે છે કે–સેચનક ગંધહાથી અને અઢાર સરવાળે હાર મને આપીદે અને કુમાર હિલ્યને મારી પાસે મોકલી દે. અગર જો તેમ નહિ તે સંગ્રામ માટે તૈયાર થઈ જા. રાજા કૃણિક સેના, વાહન તથા શિબિરની સાથે યુદ્ધ માટે તત્પર થઈ તુરત આવી રહ્યા છે.
તે ચેટક રાજા તે દૂતના મોઢેથી આ પ્રકારને સંદેશે સાંભળીને કેપથી લાલચળ થઈ ગયે તથા આંખો કાઢી આ પ્રકારે કહેવા લાગ્યો – દૂત! હું કૃણિકને ન તો સેચનક ગંધહાથી કે અઢાર સરવાળે હાર દઈ શકીશ કે ન તે કુમાર વૈહલ્યને પણ મોકલી શકીશ. માટે તું જા અને કહી દે કુણિકને જે કરવું હોય તે કરે. યુદ્ધ માટે હું તૈયાર છું. એમ કહીને તે દૂતને અપમાનિત કરી (માઠું કાળું કરી ગધેડા પર બેસાડી) નગરના પાછલા દરવાજેથી કાઢી મૂકે છે.
ત ત્યાંથી ચાલીને પાછો પોતાના રાજા કુણિકની પાસે આવ્યા અને તેને સર્વ હકીક્ત સંભળાવી.
કૃણિક હતના મેઢેથી રાજા ચેટક સંવાદ સાંભળી કોપથી રકત થઈ કાલ આદિ દશ કુમારોને બોલાવે છે. તથા તેમને બોલાવીને આ પ્રકારે કહે છેહે દેવાનુપ્રિયો ! વૈહલ્ય કુમાર મને કાંઈ પણ કહ્યા વગરજ સેચનક ગંધહાથી અને અઢાર સરને હાર અને પિતાના અંત:પુર પરિવાર સહિત તમામ જાતની ગૃહસામગ્રી લઈને ચંપાનગરીથી નીકળી ગયા અને જઈને વૈશાલી નગરીમાં રાજ ચેટકની પાસે રહેવા લાગે. આ સમાચાર જાણીને હાથી તથા હાર માટે મેં મારા બે દૂતોને બે વાર મોકલ્યા પણ રાજા ચેટકે મારી વાતને સ્વીકાર કર્યો નથી. પછી મેં ત્રીજા દૂતને એકલા પણ રાજા ચેટકે તેનું અપમાન કરી તેને પાછલે દરવાજેથી કાઢી મૂક. માટે હે દેવાનુપ્રિયે ! આપણે માટે આવશ્યક છે કે રાજા ચેટકનો નિગ્રહ કરે.
શ્રી નિરયાવલિકા સૂત્ર