________________
પણ રત્ન ઉત્પન્ન થાય છે તેના ઉપર રાજકુલને અધિકાર હેાય છે. આ બે રત્ના શ્રેણિક રાજાના રાજ્ય કાલમાં ઉત્પન્ન થયાં છે. માટે હે સ્વામિન્! જેથી રાજકુલની પર પરાગત સ્થિતિ વિનષ્ટ ન થાય તે ધ્યાનમાં લઇ હાથી તથા હારને અર્પણ કરા અને વેહલ્ક્ય કુમારને પણ કૂણિક રાજાની પાસે મેકલી આપે.
કૃત દ્વારા રાજા કૂણિકની એવી વિજ્ઞપ્તિ સાંભળી રાજા ચેટકે કૃતને આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું : હે દેવાનુપ્રિય ! જેવી રીતે રાજા કૃણિક શ્રેણિક રાજાના પુત્ર છે ચેલ્લના દેવીના આત્મજ છે તથા મારા દોહિત્રા છે તેજ પ્રકારે કુમાર વેહલ્ક્ય પણ શ્રેણિક રાજાના પુત્ર છે ચેલ્લના દેવીના આત્મજ તથા મારા દેહિા છે. રાજા શ્રેણિકે પેાતાની જીવિત અવસ્થામાંજ સેચનક ગંધહાથી તથા અઢાર સરવાળે હાર કુમાર વૈહહ્ત્વને પ્રેમથી દીધેલા હેાવાથી તેના ઉપર રાજકુલના અધિકાર નથી તેમ છતાં પણ જો રાજા કૂણિક હાથી અને હાર લેવા ચાહતા હાય તા તેમણે પણ રાજ્ય રાષ્ટ્ર તથા જનપદમાં અરધા ભાગ કુમાર વૈહયને આપવા જોઇએ એવું કરવાથી હું હાથી તથા હારની સાથે કુમાર વેહલ્થને માકલી આપીશ. એમ કહીને રાજા ચેટકે તે તને આદર સત્કાર કર્યો તથા તેને વિદાય આપી. આ કૃત વેશાલી નગરીથી નીકળી રાજા કૂણિકની પાસે આવ્યેા અને હાથ જેડી જય વિજય શબ્દથી તેને વધાવી આમ કહેવા લાગ્યું :—
હું સ્વામિન્! રાજા ચેટકે એવા પ્રકારના જવાબ દીધા કે જે પ્રકારે રાજા કૃણિક રાજા શ્રેણિકના પુત્ર ચેલ્લના દેવીના આત્મજ તથા મારા દોહિત્રા છે તે જ પ્રકારે વેહલ્ક્ય પણ છે. રાજા શ્રેણિકે પેાતાની હૈયાતીમાંજ સેચનક ગ હાથી અને અઢાર સરને હાર વેહલ્ક્ય કુમારને પ્રેમથી આપેલ હોવાથી તેના ઉપર રાજકુલના અધિકાર નથી. તેમ છતાં પણ જે કુમાર વૈહલ્થ માટે પેાતાના રાજ્ય રાષ્ટ્ર તથા જનપદને અરધા ભાગ તે આપે તેા હું સેચનક ગ ંધહાથી તથા અઢાર સરના હાર તેને આપી દઇશ તથા વૈહલ્ક્ય કુમારને પણ માલી દઇશ. માટે હે સ્વામિન્ ! રાજા ચેટકે નથી દીધા સેચનક ગ ંધહાથી કે નથી દીધા અઢાર સરના હાર અને નથી માકલ્યા કુમાર વૈહલ્યને.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૬૫