________________
સુખ શાંતિપૂર્વક ચંપાનગરીમાં પહોંચ્યો. પછી રાજા કૃણિક પાસે જઈ પહોંચી હાથ જોડી જય વિજય શબ્દની સાથે રાજા કૃણિકને વધાવીને આ પ્રકારે કહ્યું –
હે સ્વામિન ! ચેટક રાજા એમ સૂચના કરે છે કે “જે પ્રકારે રાજા કૃણિક શ્રેણિક રાજાનો પુત્ર ચેલાને આત્મજ તથા મારે દેહે છે તેવીજ રીતે કુમાર વૈહત્ય પણ શ્રેણિકને પુત્ર, ચેલાને આત્મજ તથા મારે દેહે છે. સેચનક ગંધહાથી અને અઢાર સરવાળો હાર રાજા શ્રેણિકે કુમાર હલ્યને પિતાની જીવિત અવસ્થામાં જ દીધા હતા તેમ છતાં જે કૃણિક હાથી અને હાર ચાહતો હોય તે પિતાના રાજ્ય રાષ્ટ્ર તથા જનપદને અરધો ભાગ હલ્યને તેણે આપવો જોઈએ. જે તે આ પ્રકારે કરે તે હું પણ હાથી અને હાર સાથે હલ્ય કુમારને મેકલી આપું.” માટે હે સ્વામી ! રાજા ચેટકે તે નથી હાથી આપે, કે નથી હાર દીધે, તેમ નથી વૈહલ્ય કુમારને મોકલ્યા. (૪૧)
તો તાસ” ઈત્યાદિ.. આ પછી કૃણિક રાજાએ બીજી વાર પાછો તને બેલાવ્યો અને કહ્યુંહે દેવાનુપ્રિયવિશાલી નગરીમાં જઈને મારા નાના રાજા ચેટકને હાથ જોડીને જય વિજય શબ્દો સાથે વધાવી આ પ્રકારે કહેજે કે--હે સ્વામિન! રાજા કૃણિકની એવી વિજ્ઞાપના છે કે જે કંઈ પણ રત્ન પેદા થાય છે તેના ઉપર રાજકુલનેજ અધિકાર છે. શ્રેણિક રાજાના રાજ્ય કાલમાં બે રત્ન ઉત્પન્ન થયાં છે–એક સેચનક ગંધહાથી અને બીજું અઢારસરનો હાર, હે સ્વામિન્ ! રાજકુલની પરંપરાગત સ્થિતિનો નાશ જેથી ન થાય તે માટે આપ હાથી અને હાર મને અર્પિત કરે અને વૈહલ્ય કુમારને મોકલી દો.
ત્યાર પછી તે દૂત કૃણિક રાજાની આ વિજ્ઞપ્તિને સ્વીકાર કરી પિતાને ઘેર આવ્યું અને ત્યાંથી વિશાલી નગરીમાં જઈ રાજા ચેટકની સંમુખ ઉપસ્થિત થયે. અને તેમને હાથ જોડી જય વિજય શબ્દથી વધાવી રાજા કૃણિકની વિજ્ઞાપનાને આ પ્રકારે સંભળાવી-હે સ્વામિન્ રાજા કૃષિની એમ વિજ્ઞાપના છે કે જે કઈ
શ્રી નિરયાવલિકા સૂત્ર
६४