________________
કુમાર વૈહય સેચનક ગંધ હાથી અને અઢાર સરવાળે હાર લઈને આપની પાસે જલદીથી ચાલ્યો આવે છે. માટે આપ વૈહલ્ય કુમારને સેચનક ગંધ હાથી અને અઢાર સરના હાર સહિત કૃપા કરીને મારી પાસે મેલી આપે ત્યાર પછી તે દૂત રાજા કૃણિક દ્વારા કહેલાં વચનનો સ્વીકાર કરી પિતાને ઘેર આવ્યા અને ચાર ઘંટાવાળા રથમાં બેસી રવાના થયો. તે વૈશાલી પહેંચી ને આર્ય ચેટકને હાથ જોડી જ્ય-વિજય પૂર્વક વધાવીને પરદેશી રાજાના પ્રધાન ચિત્તની પેઠે આ પ્રકારે કહે છે –
હે સ્વામિન ! રાજા કૃણિક આ પ્રકારે વિજ્ઞપ્તિ કરે છે કે-મારા નાના ભાઈ વિહલ્ય કુમાર મને કંઈ પણ કહ્યા વગર જ સેચનક ગંધ હાથી અને અઢાર સરવાળો હાર લઈ આપની પાસે ચાલ્યો આવે છે માટે આપ તેને હાથી અને હાર સાથે મારી પાસે મોકલી આપે.
આ સાંભળી ચટક રાજાએ તે દૂતને આ પ્રકારે ઉત્તર દીધા–હે દેવાનુ પ્રિય! જે પ્રકારે રાજા કૃણિક શ્રેણિક રાજાને પુત્ર ચેલના રાણીને આત્મજ તથા મારે દેહે છે તે જ પ્રકારે કુમાર વૈફલ્ય પણ શ્રેણિક રાજને પુત્ર રાણી ચેલનાને દીકરે અને મારે દોડે છે.
શ્રેણિક રાજાએ પોતાની જીવિત અવસ્થામાંજ કુમાર વૈહલ્યને સેચનક ગંધ હાથી તથા અઢાર સરને હાર દીધું હતું છતાં પણ જે રાજા કૃણિક હાથી તથા હાર લેવા ચાહતા હોય તો તેણે પણ વિહલ્ય કુમારને રાજ્ય રાષ્ટ્ર અને જનપદમાં અરધે ભાગ દેવ જોઈએ. અને એમ થાય તે હું હાથી તથા હારની સાથે કુમાર વૈવલ્યને મોકલી શકું છું. આ પ્રકારે કહ્યા પછી રાજા ચેટકે તે દૂતને આદર સત્કાર કરી તેને વિદાય આપી. ચેટક રાજા પાસેથી વિદાય લઈ તે દૂત જ્યાં ચાર ધંટવાળે રથ હતો ત્યાં આવ્યું. આવીને તે રથ ઉપર ચડીને વૈશાલી નગરીની મધ્યમાં થઈને નીકળ્યો. સારી સારી વસ્તીમાં વિશ્રામ તથા સવારનું લેજન કરતે થકે
શ્રી નિરયાવલિકા સૂત્ર
૬ ૩