________________
કૃણિક શ્રેણિકકા વૈર કારણ
કૂજિત હતું. ત્યાં એક તપસ્વીના આશ્રમ હતા. તે આશ્રમમાં એક તાપસ મહિના મહિના ઉપવાસ કરી પારણાં કરતા હતા. રાજા તે તાપસને જોઈને અત્યંત ખુશી થયા અને તેઓને પ્રાર્થના કરી હે મહાત્મન્ ! આપ મારે ત્યાં પારણાં કરવાને પધારા. † રાજાની એવી પ્રાર્થના સાંભળી તાપસ મેલ્યાઃ—
હે રાજન્! હજી મારે પારણાં કરવાને પાંચ દિવસ અવશિષ્ટ (બાકી ) છે. તે પુરા થઇ ગયા પછી હું તારે ત્યાં પારણાં માટે આવીશ પરંતુ મારા એક નિયમ છે તે ધ્યાનમાં રાખજે—હું પારણાંને દિવસ માત્ર એકજ ઘેર શિક્ષાને માટે જાઉં છું. જે ત્યાં ભિક્ષા ન મળે તેા વળી પાછા ફરીને માસ ખમણ પછીજ પારણાં કરૂં છું. રાજા તે તાપસને આ નિયમ સાંભળીને પેાતાની રાજધાનીએ પાછે ગયા.
તેને પાંચ દિવસ વીતી ગયા પછી તે તાપસ પારણાંને દિવસ રાજા શ્રેણિકના દ્વારે આવ્યે. તે દિવસ રાજાના માથામાં અસહ્ય વેદના હતી જેથી આખુ રાજભવન વ્યાકુળ હતું આથી તે તાપસના કાઇએ સત્કાર ન કર્યો. તાપસ આ પ્રમાણે રાજમહેલને અસ્થિર (વ્યસ્ત) જોઈ પાછા ફર્યાં અને ફરી તે એક માસના ઉપવાસ કરવા લાગ્યા.
જ્યારે રાજાને માથાના દુ.ખાવા મટી ગયા ત્યારે તે ક્રીને તેજ તાપસની
શ્રી નિરયાવલિકા સૂત્ર
૫૭