________________
રાખનાર પેાતાના પિતા શ્રેણિક રાજાને ખંધનમાં (કેદખાનામાં) નાખ્યા અને મારાજ કારણથી એનું મૃત્યુ થયું. એમ કહીને પાતાના કુટુંબીઓની સાથે રૂદન કરતા થકા બહુ સમાહપૂર્વક રાજા શ્રેણિકની અંતિમ લૌકિક ક્રિયા કરી.
ત્યાર પછી તે પૂણિક રાજગૃહમાં પાતાના પિતાની ઉપભેગ સામગ્રી ને જોઇને બહુજ દુ:ખી થતા હતા. કયાંક તે પિતાનું સિંહાસન જોતા હતા તા કયાંક તેમની શક્યા; કયાંક તેમનાં આભૂષણ તે કયાંક તેમનાં વસ્રો. આ સૌ જોઇ તેને પિતાનું સ્મરણ વારંવાર થયા કરતું હતું અને તેમણે પાતે કરેલાં પાપ કર્મોનું પણ સમરણ થઈ આવતુ હતુ જેથી પારવગરનું કષ્ટ પ્રાપ્ત થતું હતું. આ કારણથી તે ત્યાં રહી શકયા નહિ અને એક સમય પેાતાનાં અંત:પુર કુટુંબસહિત પાતાની તમામ સામગ્રી લઇને રાજગૃહથી અહાર નીકળ્યા અને ચાલીને જ્યાં ચંપાનગરી હતા ત્યાં ગયા. અને પછી ચંપાનગરીને પેાતાની રાજધાની બનાવીને ત્યાં રહેવા લાગ્યા થાડા સમય વ્યતીત થઈ ગયા પછી તે પિતાના શાકને ભૂલી ગયા
ત્યાર પછી તે કૂણિક કુમાર પોતાના ભાઈ કાલ આદિ દશ કુમારોને ખેલાવીને રાજ્યના અગીયાર ભાગ કરી તે લેાકેાને વેંચી દીધું તથા પેાતાના રાજ્યનું પાલન પાતે કરવા લાગ્યા.
શ્રેણિકકે સાથ કૃણિકકા પૂર્વભવસંબન્ધ
કૃણિક શા માટે શ્રેણિકના મૃત્યુમાં કારણભૂત ખન્યા ? આ કથાનક પ્રાસગિક છે માટે તે નીચે મતાવીએ છીએ:—
શા શ્રેણિક પહેલાં વીતરાગધી ન હેાવાથી તેનામાં સમ્યક્ત્વ નહતું. આથી તે દેવ ગુરૂ તથા ધર્મના નિર્ણય કરવામાં અસમર્થ હતા. પરંતુ જ્યારે તેના વિવાહ ચેલ્લનાની સાથે થયા ત્યારે તેની પ્રેરણાથી અને અનાથિ મુનીના સદુપદેશથી તેને સમ્યક્ત્વના લાભ થયા અને તે વીતરાગના ધર્મને માનવા લાગ્યા પહેલાં તે શ્રેણિક રાજા એક સમય શુદ્ધ વાયુ સેવન કરવા માટે વનમાં ગયા તે વન શીતલ, મદ, સુંગધ વાયુથી યુક્ત અને મત્ત થયેલી કાયલના કલરવથી
શ્રી નિરયાવલિકા સૂત્ર
૫૬