________________
નીકળતું હતું તે ચૂસીને થુંકી દેતા હતા. ત્યારે તને શાંતિ થતી હતી અને તું છાને રહી જાતે હતો. જ્યારે વળી પાછી પીડા થતી ત્યારે તારા પિતા એવીજ રીતે કરતા હતા. અને તું શાંતિ મળવાથી છાને રહી જાતું હતું. હે પુત્ર! આ કારણથી હું કહું છું કે તારા પિતા રાજા શ્રેણિક તારા પર બહુ સ્નેહ અને અનુરાગ રાખતા હતા.
શ્રેણિકમરણ
તે કૃણિક રાજા ચેલના રાણીના મેઢેથી આ પ્રમાણે હકીકત સાંભળી કહેવા લાગ્યા–હે માતા ! મેં સર્વ પ્રકારે હિત કરવાવાળા, ઈષ્ટદેવ સ્વરૂપ પરમ ઉપકારક, બહુજ નેહભાવ રાખવાવાળા મારા પિતા રાજા શ્રેણિકને બંધનમાં નાખ્યા તે વાજબી ન કર્યું તેથી હું પિતે જઈને તેમનાં બંધન કાપી નાખુ છું. એમ કહી કુહાડી હાથમાં લઈ જયાં કેદખાનું હતું ત્યાં ગયા.
ત્યાર પછી રાજા શ્રેણિકે હાથમાં કુહાડી લઈને કણિક કુમારને આવતે જે. જેઈને તેના મોઢેથી તુરત આવા શબ્દો નીકળી પડયા કે-“આ કૂણિક કુમાર અનુચિત ચાહવા વાળ કર્તવ્યહીન નિજ થઈને કુહાડી લઈ જલ્દી અહીં આવે છે, ખબર નથી પડતી કે તે મને કેવી રીતે ખરાબ રીતે મારી નાખશે. આ વાતથી ડરી જઈને રાજા શ્રેણિકે પિતાની અંગુઠીમાં રહેલ તાલપુટ ઝેર પોતાના મેમાં મૂકયું. એમાં મૂક્યા પછી તે ઝેર એક પળ માત્રમાં આખા શરીરમાં ફેલાઈ ગયું અને રાજા પ્રાણથી અને હલન-ચલનથી રહિત થઈ મૃત્યુ પામ્યા.
ત્યાર પછી કૂણિક કુમાર કેદખાનામાં આવ્યા અને આવીને રાજા શ્રેણિને પ્રાણ અને હલન-ચલનથી રહિત-મરેલા જોયા, જોઈને પિતાના મરણજન્ય સહન ન થાય એવાં દુઃખથી રૂદન કરતા થકા તીક્ષણધાર વાળી કુહાડીથી કાપેલા કમળ ચંપક વૃક્ષની પેઠે જમીન ઉપર ધડાંગ પડી પડયા.
ત્યાર પછી તે કૂણિક કુમાર થોડા સમય પછી મૂછરહિત થયા મૂછ હટી ગયા પછી તે રૂદન કરતા કરૂણ શબ્દથી આર્તનાદ કરતા શેક અને વિલાપ કરતા કરતા આ પ્રમાણે છેલ્યાહું અભાગી છું, પાપી છું પુણ્યહીન છું, જેથી મેં ખરાબ કાર્ય કર્યું દેવ ગુરૂજન સમાન પરમ ઉપકારી અને સ્નેહ મમતાથી લાગણું
શ્રી નિરયાવલિકા સૂત્ર
૫૫