________________
પાસે ગયા અને તેને પારણાં માટે પોતાને ત્યાં આવવાની સવિનય પ્રાર્થના કરી. તાપસે રાજાની પ્રાર્થનાને સાંભળી ફરીને પિતાને તે નિયમ બીજી વાર કહ્યું અને પછી રાજાને ત્યાં પારણાં માટે આવવાને સ્વીકાર કર્યો.
પારણને દિવસ તે તાપસ પાછા રાજાને ત્યાં આવ્યું પરંતુ સગવશાત તે દિવસ રાજભવનમાં આગ લાગી ગઈ તથા રાજા “આજે તાપસને પારણાંને દિવસ છે એ ભૂલી ગયે. તાપસે રાજભવનને આગની જવાળાઓથી બળતું જોયું અને જેઈને પાછો ફરી ગયે. અને પાછા ત્રીજા મહિનાના ઉપવાસ કરવા લાગે. આગ શાંત થઈ ગયા પછી રાજાને યાદ આવ્યું કે મેં તાપસને પારણાં માટે આજે બોલાવ્યા હતા. પરંતુ રાજભવનમાં આગ લાગી જવાથી હું તે ભૂલી ગયે બિચારા તપસ્વી આ મહિને પણ મારાજ કારણથી ભૂખ્યા રહા. આ વિચારથી રાજને બહુ કષ્ટ થયું અને તે તાપસ પાસે ગયો અને પોતાના અપરાધ માટે ક્ષમાની યાચના કરી, અને ફરીને પિતાને ત્યાં પારણાં માટે આવવાની પ્રાર્થના કરી. તાપસે અપરાધને માટે ક્ષમા આપી દીધી અને રાજભવનમાં પારણાં માટે આવવાનો સ્વીકાર કરી લીધો.
પારણને દિવસે પાછો તે તાપસ રાજાના દરવાજા પર આવ્યા પણ તે દિવસે દુર્ભાગ્યવશાત્ શત્રુએ તેની રાજધાની ઉપર ચડાઈ કરી હોવાથી રાજા સૈન્યને વ્યવસ્થિત કરી એકઠું કરવામાં રોકાયેલ હતું આથી તે ત્રીજી વખત પણ સત્કાર કરી શક્યો નહિ. તાપસ રાજાને ઘેરથી તે દિવસ પણ પારણું કર્યા વગર પાછો ફર્યો અને ચોથા માસના ઉપવાસ શરૂ કર્યો.
ત્યાર પછી લડાઈથી ફુરસદ મળ્યા પછી રાજા તાપસની પાસે આવ્યો અને પિતાની વિપત સંભળાવી ક્ષમા માગી અને પારણાં કરવા માટે ફરીને પ્રાર્થના કરી. તાપસે રાજાને ક્ષમા કરી દીધી તથા પારણાં માટે તેને ત્યાં આવવાને સ્વીકાર કર્યો.
ચોથે માસ સમાપ્ત થતાં તે પારણાં માટે રાજાને દ્વારે આ. સંજોગથી તેજ દિવસે રાજાને ઘેર છોકરે જનો પિતાના અંત:પુરના પરિજનો સાથે રાજા તે પ્રસંગમાં લાગેલા હતા આથી રાજાને તાપસ આવવાનું બિલકુલ ધ્યાનમાં ન રહ્યું. તાપસને પારણાં માટે ભિક્ષા ન મળવાથી પાછા ગયા
ઉત્સવ વીતી ગયા પછી રાજાએ પિતાના પરિચારકો (નેકર) ને પૂછ્યુંતાપસ પારણાં માટે આવ્યા હતા?” તેઓએ કહ્યું-“હે દેવ! એક તાપસ પારણા માટે આવ્યો હતો પણ તે પારણાં કર્યા વિના જ પિતાને આશ્રમે પાછો ગયે.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૫૮