________________
કૂણિકકોશ્રેણિકકા પરિચય
તાજી ” ઈત્યાદિ.
ત્યાર પછી એક દિવસ તે રાજા કૃણિક તમામ પ્રકારના વસ્ત્ર અને અલંકારોથી સજિજત થઈ પિતાની માતા ચેલના દેવીના ચરણ-વંદન માટે હર્ષ અને ઉત્સુક્તાની સાથે જલદી-જલદી આવ્યું. અને તેણે પોતાની માતાને દીન હીન અવસ્થામાં આર્તધ્યાન કરતી જોઈ. તે આર્તધ્યાન કરતી ચેલના દેવીનાં ચરણ વંદન કરીને બે-તે જનની ! હું પિતાના તેજ-પ્રતાપથી મહારાજ્યાભિષેકપૂર્વક આ વિશાલ રાજ્યશ્રીને ઉપયોગ કરી રહ્યો છું, તો શું આ જોઈને તને સંતોષ થતું નથી? તારા મનમાં નથી ઉલ્લાસ, નથી પ્રમોદ કે નથી સુખ. આનું શું કારણ છે? (૩૮)
તi સા' ઇત્યાદિ.
કુણિકનાં એવાં વચન સાંભળીને રાણી ચેલ્લનાએ રાજા કુણિકને આવી રીતે કહેવું શરૂ કર્યું–હે પુત્ર! તારા આ રાજ્યાભિષેકથી મને સંતોષ અથવા મનમાં ઉલ્લાસ, પ્રમોદ એટલે સુખ કેવી રીતે થાય? કેમકે તે અત્યંત સ્નેહ તથા અનુરાગયુક્ત દેવ અને ગુરૂજન સમાન પિતાના પિતા પ્રિય રાજા શ્રેણિકને બંધનમાં નાખી આ વિશાલ રાજ્ય સુખને ઉપભેગ કરે છે.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૫૩