________________
જન્મતા (નવજાત શિશુ) બાળકને કયાંક ફેંકાવી દીધા છે ત્યારે રાજા પોતે તપાસ કરવા માટે ગયા-ક્રમથી તપાસ કરતાં અશોકવાટિકામાં આવ્યા અને ઉકરડા ઉપર પડેલા બાળકને દીઠે. તેને જોઈને તે જ વખતે રાજા બહુ ગુસ્સે થયા અને ક્રોધમાં બળતાં થકા તેઓ તે બાળકને હાથમાં ઉપાડી લઈને ચેલના રાણીની પાસે પહોંચ્યા અને અનેક પ્રકારના આક્રોશ શબ્દથી રાણીને તિરસ્કાર કર્યો. અનેક પ્રકારના કઠેર શબ્દથી અનાદર કરી તર્જની આંગળી દેખાડી બહુ અપમાન કર્યું અને કહ્યું- હે રાણી ! શા માટે તે મારા આ બાળકને દાસી દ્વારા ઉકરડીએ ફેંકાવી દીધા. આવી રીતે ચેલના રાણીને ઠપકે આપી દેવ, ગુરૂ, ધર્મ આદિના સોગંદ આપી–આપી આ પ્રમાણે બોલ્યા- હે દેવાનુપ્રિયે! તમે આ બાળકની આપત્તિથી રક્ષા કરે અને વસ્ત્રથી ઢાંકી પ્રસૂતિગૃહમાં લઈ જાઓ. જેવી રીતે આ સુખી રહે તેવા પ્રયત્ન કરે તથા સ્તન-પાન આદિ કરાવી તેનું સારી રીતે પાલન-પોષણ કરે.
આ પ્રકારે રાજાના કહેવાથી રાણી પિતાના આ દુષ્કૃત્યથી સ્વતઃ લજિજત થઈ, “રાજા મારા આ દુકૃત્યથી પિતાનાં મનમાં શું સમજયા હશે” એમ વિચારીને રાજાથી લજા પામી, આ પ્રમાણે બન્ને પ્રકારે બહુ લજિજત થઈ. પતિના વિરૂદ્ધ આચરણથી રાણુને અતિશય ખેદ અને પશ્ચાત્તાપ થયે બાદ હાથ જેડીને સવિનય પુત્રપાલન રૂ૫ રાજાની આજ્ઞાને સ્વીકાર કરી બાળકનું સારી રીતે પાલન કરવા લાગી. (૩૪)
શ્રી નિરયાવલિકા સૂત્ર
૫૦