________________
લાગતું હતું કે જાણે તેમાંથી લેહી ઝરતું હોય. ત્યાર પછી રાણુને ઉપર-મહેલમાં બોલાવી તથા તે આ દેખાવ જોઈ શકે એવા સુવિધાજનક સ્થાને બેસાડી. પછી રાજાને જેમ રાણી બરાબર જોઈ શકે તેવા અને થોડા અંધકારવાળા સ્થાને સુવાડયા. પછી રાજાના પેટ ઉપર બાંધેલાં તે માંસ કાતરથી કાપી–કાપીને વાસણમાં રાખી દીધું.
થોડા વખત સુધી રાજા બેટી મૂછમાં પડયા રહ્યા અને પછી આપસમાં વાત કરવા લાગ્યા
આવી રીતે અભયકુમારે રાણુને દોહદ (ઈચ્છા) પુરો કર્યો. રાણી પોતાને દેહદ પુરે થવાથી ગર્ભ ધારણ કરતી સુખ પૂર્વક રહેવા લાગી. (૩૧)
ચેહૂના રાની કે વિચાર
“તાળ તીરે' ઇત્યાદિ.
એક સમય રાણી રાતમાં વિચાર કરવા લાગી કે આ બાળકે ગર્ભમાં આવતાં જ પિતાના બાપનાં કલેજાનું માંસ ખાધું આથી મારે માટે ગ્ય છે કે આ ગર્ભને સડાવવા માટે–પાડી નાખવા માટે–ગાળવા માટે અને નાશ કરવા માટે કાંઈ ઉપાય કરે એવા વિચાર કરી રાણીએ ઓષધી આદિથી એવાજ ઉપાય કર્યા. પરંતુ તે ગર્ભ ન સડે, ન પડે, ને ગળે કે ન કોઈ પ્રકારે તેને નાશ થઈ શકે. (૩૨)
શ્રી નિરયાવલિકા સૂત્ર
४८