________________
સાંભળવા યોગ્ય છું એમ સમજતા હે તે જે હોય તે યથાર્થ રૂપે નિ:સંકોચ થઈ મને કહે જેથી હું તેનું નિરાકરણ કરવા પ્રયત્ન કરૂં.
અભયકુમારની એવી વિનયયુક્ત વાણી સાંભળી રાજા બેલ્યા–હે પુત્ર! એવી કઈ વાત નથી કે જે તારાથી છાની રખાય–તારી નાની માતા ચેલના રાણીને મહાસ્વપ્નના ત્રીજા માસને અંતે દેહદ (ઈચ્છા) ઉત્પન્ન થયો છે કે તમારા ઉદરબલિમાંસને પકાવી તળી ભુંજી (સેકી) મદિરાની સાથે આસ્વાદ કરું. આ દોહદ પુર ન થવાના કારણે તે મહાદુઃખિત તથા કૃશકાય થઈ આર્તધ્યાન કરી રહી છે, હે પુત્ર! તે દોહદને પૂર્ણ કરવા માટે અનેક ઉપાય વિચારી જોયા પણ કેઈ ઉપાય પૂરો થાય તેમ દેખાતું નથી. એ માટે આર્તધ્યાન કરતો બેઠો છું. પિતાના પિતાના મુખેથી એવાં વચન સાંભળી અભયકુમાર બાલ્યા...હે તાત ! આપ આર્તધ્યાન છેડા, હું જલદી એવો ઉપાય કરીશ કે જેથી મારી માતાને દેહદ પૂર્ણ થઈ જશે.
આ પ્રમાણે વિનય વાળાં મધુર વચનેથી પિતાના પિતાનું મન સંતુષ્ટ પમાડી અભયકુમાર પિતાને મહેલ ગયા. ત્યાં આવીને તેણે અંગત ગુપ્ત પુરૂષને બેલાવીને કહ્યું કે-હે દેવાનુપ્રિયે! તમે લોકો અમારિ ઘોષણા કરેલી સીમા (રાજ્યની અમુક સીમાની અંદર હિંસા ન કરવી એવી ઘેષણ-જાહેરાતવાળી જગ્યા) થી બહાર કસાઈખાનામાંથી બસ્તીપુટ સાથે લીલું (તાજું) માંસ લઈ આવો. ત્યાર પછી તે રાજપુરૂષોએ તેમની આજ્ઞાનું કહ્યા પ્રમાણે પાલન કર્યું (૩૦)
” ઈત્યાદિ. પછી અભયકુમારે એકાંત સ્થાનમાં રાજાને સીધા (ચીતા) સુવડાવી તેના પેટ ઉપર તે માંસના લેથ ને રાખે પછી તેને બસ્તીચર્મથી બાંધ્યું. તે એવું
શ્રી નિરયાવલિકા સૂત્ર