________________
આ ધ્યાન છેડી દે. હું એવેાજ પ્રયત્ન કરીશ કે જેથી તારા દાદ પુરા થાય. એમ કહી રાજાએ મનને આનંદ કરાવનારી, વાંછિત અર્થ ( ઈચ્છા પ્રમાણે ) દેવાવાળી, પ્રેમમયી, મનેાજ્ઞ, વારવાર મનને સારી લાગનારી, અદ્ભુત, મના વાંચ્છિત ફળને દેવાવાળી, સુખદાયી, ગર્ભ વાંછાને પૂર્ણ કરવાવાળી, કાનને પ્રિય લાગવાવાલી, મત્ત અનેલ કાયલના સ્વર જેવી મનેાહર વાણી દ્વારા રાણીને સંતુષ્ટ કરી. રાણીને આ પ્રકારે આવાસન દઈને રાજા સભામંડપમાં આવ્યા. તથા પૂર્વદિશા તરફ માં રાખી પેાતાના સિંહાસન પર બેઠા. તથા તે દોહદ (ઈચ્છા) પુરા કરવાની ચિંતા કરવા લાગ્યા. પરંતુ—
(૧) શાસ્ત્રોના અભ્યાસ વિનાજ ન જોયેલા ન સાંભઘેલા તથા અનુભવમાં પણ ન આવેલા વિષયાને યથાર્થરૂપે જાણવા વાળી આત્પત્તિકી’ બુદ્ધિ, (૨) વિનયથી ઉત્પન્ન થનારી ‘વૈનયિકી’ બુદ્ધિ, (૩) હમેશાં કાર્ય કરવાથી ઉત્પન્ન થનારી ‘કાર્મિકી' બુદ્ધિ, (૪) ઉમરના પરિણામે ઉત્પન્ન થનારી પારિણામિકી' બુદ્ધિ. આ ચારે પ્રકારની બુદ્ધિ દ્વારા તથા અનેક સાધન-સામગ્રી એટલે અનેક પ્રયાગ દ્વારા પણ રાજા તે દોહદને પુરા કરવામાં સમ ન થયા તેથી આત ધ્યાન કરવા લાગ્યા. (૨૯)
ચેલનારાની કે દોહદ
રૂમ = ન ઈત્યાદિ.
આ ખાજુ અભયકુમાર સ્નાન કરી તમામ પ્રકારનાં આભૂષણેાથી સજ્જ થઈ મહેલમાંથી નીકળી તેજ સભામડપમાં આવ્યા કે જયાં શ્રેણિક રાજા બેઠા હતા. શ્રેણિક રાજાને આ ધ્યાન કરતા જોઇ કહ્યું–હે તાત ! હું જ્યારે ખીજા દિવસે આવતા ત્યારે આપ મને જોઇ ખુશી થતા હતા પણ આજ શું કારણ છે કે મારી સામુંય જોતા નથી તથા આર્તધ્યાનમાં બેઠા છે. જો હું આ વાતને
શ્રી નિરયાવલિકા સૂત્ર
૪૬