________________
કાલી રાનીકો પુત્રશોક
“તપvi સ’ ઈત્યાદિ. ભગવાનની પાસેથી પોતાના પુત્રનું એવું વૃત્તાંત સાંભળીને તથા તે નક્કી સમજીને કાલી મહારાણું પુત્ર મરણના દુખથી દુઃખિત થઈને જેમ કુહાડીથી કપાયેલી ચંપકલતા પડી જાય તેમ મછિત થઈને જમીન પર ધડાક પડી ગઈ. થોડા વખત પછી ચેતના આવી તથા દાસીઓની મદદથી ઊભી થઈ પછી ભગવાનને વંદન નમસ્કાર કરીને બોલી-હે ભદત જેમ આપ કહે છે તેમજ છે યથાર્થ છે. શંકારહિત છે. સત્ય છે તથા સર્વથા સાચું જ છે. એમ કહી ભગવાનને વંદન નમસ્કાર કરી અગાઉ વર્ણવેલા ધાર્મિક રથમાં બેસીને પિતાના સ્થાને ગઈ. (૨૧)
ગૌતમ પ્રશ્ન
રાણીના ગયા પછી શ્રી ગૌતમ સ્વામી ભગવાનને પુછે છે –બત્તિ ઈત્યાદિ.
હે ભદંત! કાલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી-ઘોડા રથ તથા પિતાના સંપૂર્ણ સૈન્ય વર્ગ સાથે રથમુશલ સંગ્રામમાં લડાઈ કરતે થકે ચટક રાજાના વજસ્વરૂપ એકજ બાણથી માર્યો ગયે. તે મૃત્યુને અવસરે કોલ કરીને કયાં ગયે અને કયાં ઉત્પન્ન થયો ?.
ભગવાન કા ઉત્તર
ભગવાન કહે છે– હે ગૌતમ! આવાં ક્રૂર કર્મ કરનાર તે કાલકુમાર પોતાની સેના સહિત લડતે થકે અહીંથી મરણ પામી પંકપ્રભા નામના ચેથા નરકમાં હેમામ નામના નરકાવાસમાં દસ સાગરેપમની સ્થિતિવાળે નરયિક (નારકી) થયો.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૪૨