________________
કાલી પૃચ્છા
હવે કાલી રાણીના પ્રશ્નનું વર્ણન કરે છે–ત રા” ઈત્યાદિ.
શમણ ભગવાન મહાવીરની પાસેથી ઋતચારિત્રલક્ષણ ધર્મ સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરી પ્રફુલ્લિત થઈ ત્રણ વાર વંદન–નમસ્કાર કરી આવી રીતે ભગવાનને પૂછવા લાગી
હે ભગવન મારો પુત્ર કાલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી–ઘોડા–રથ તથા ત્રણ કરોડની પાયદળ સેનાની સાથે રથમુશલ સંગ્રામમાં ગયે છે તે વિજ્ય થશે કે નહિ?, તે જીવતો રહેશે કે નહિ?, તે હારી જશે કે જીતશે?, હું તેને જીવતો દેખીશ કે નહિ ?,
આવા કાલી મહારાણીના પ્રશ્નો સાંભળીને ભગવાન બોલ્યા-હે કાલી મહારાણી ! તારે પુત્ર કાલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી-ઘોડા-રથ તથા યુદ્ધની તમામ સામગ્રી સાથે કૂણિક રાજાની સાથે રથમુશલ સંગ્રામમાં યુદ્ધ કરતો થકે સેના તથા રણુસામગ્રી તમામ નાશ પામવા પછી, મોટા મોટા વીરોનાં મરણથી અને ઘાયલ થવાથી તથા ધ્વજા પતાકા આદિ ચિન્હ જમીનદેસ્ત થઈ જવાથી એકલેજ પિતાના પરાક્રમથી બધી દિશાઓને નિસ્તેજ કરતે થકે રથમાં બેસીને ચટક રાજાના રથની સામે મહાવેગથી આવ્યું. (૧૯)
કાલકુમાર વૃત્તાન્ત
“gm રે રેડ' ઈત્યાદિ ત્યાર બાદ ચેટકરાજા કાલકુમારને પોતાની સન્મુખ આવેલ જેઈને તત્કાળ કોધિત થઈ ગયા, રૂ થયા તથા આંતરિક ફોધ ને લીધે તેના હેઠ ફડફડવા લાગ્યા, તેમણે રૌદ્ર (ભયાનક) રૂપ ધારણ કર્યું એવું ક્રોધની જવાલાથી મળવા લાગ્યા. આવેશથી કપાળ ઉપર ત્રણ રેખા ચડાવીને ધનુષ સજજ કરી તેના ઉપર બાણ ચડાવીને યુદ્ધની જગાએ ઊભા રહ્યા અને બાણને કાન સુધી ખેં. આખરે ચટકે “કૂટ” અર્થાત્ બહુ મોટા પથરનું બનાવેલ “મહાશસ્ત્રવિશેષ જેના એક વારના પ્રહારથીજ પ્રાણ નીકળી જાય, તેની પેઠે બાણનો પ્રબલ પ્રહાર કરી કાલકુમારને પ્રાણ લઈ લીધે. આથી હે કાલી! તું કાલકુમારને જીવિત દેખશે નહિ. (૨૦).
શ્રી નિરયાવલિકા સૂત્ર
४१