________________
અભયકુમારકા વર્ણન
પુનઃ ગૌતમ સ્વામી પુછે છે- અંતે” ઈત્યાદિ.
હે ભદંત ! તે કાલકુમાર હિંસા, જુઠ, આદિ સાવદ્ય અનુષ્ઠાનરૂપ આરંભથી, તલવાર આદિ શસ્ત્રોથી પ્રાણિઓને નાશ કરવારૂપ, સમારંભથી, જેનાથી પ્રાણિઓને સંહાર થાય એવા આરંભનું આચરણ કરવાથી, કેવી જાતના શબ્દાદિ વિષયભેગથી, કેવી જાતની તીવ્ર અભિલાષા વડે ઉત્પન્ન થતા વિષયના સંગથી, તથા કેવી જાતના મહારંભ અને મહાપરિગ્રહરૂપ વિષયની અભિલાષારૂપ ભેગપભેગથી તથા કેવાં અશુભ કર્મોના પુંજથી તે કાલ કરીને (મૃત્યુ પામીને) ચોથા નરકમાં ગયો? ભગવાન કહે છે—હે ગૌતમ! તે કાલે તે સમયે રાજગુડ નામની નગરી હતી જે ત્રાદ્ધિ આદિથી સમદ્ધ હતી. તેમાં શ્રેણિક રાજા રાજય કરતા હતા. તેની રાણીનું નામ નંદા હતું જે બહુ સુકુમાર હતી. પિતાનાં પૂર્વજન્મમાં કરેલાં પુણ્યથી પ્રાપ્ત થયેલાં મનુષ્ય-સબંધી સુખને અનુભવ કરતી વિચરતી હતી. તેને અભયકુમાર નામે પુત્ર હતો જે સુકુમાર રૂપવાન તથા બધાં લક્ષણોથી યુક્ત હતા. સામ, દામ, દંડ, ભેદ આદિ નીતિમાં નિપુણ હતે. ચિત્ત પ્રધાનની પેઠે રાજકાર્યને દક્ષતાપૂર્વક કરતે હતે.
ચેહૂના રાની કે દોહદ
તરણ” ઈત્યાદિ. તે શ્રેણિક રાજાની બીજી રાણી ચેલના હતી. જે સુકુમાર (કમળતા) આદિ સ્ત્રીને લગતા ગુણાથી સર્વ પ્રકારે યુક્ત હતી. તેણે સ્વપ્નામાં એક વખત સિંહને જે અને જાગી ઉઠી. પ્રભાવતીની પેઠે રાજાને સ્વપ્ન કહ્યું જેથી રાજાએ સ્વપ્ન પાઠકેને બોલાવ્યા, તેઓએ સ્વપ્નફલ કહ્યું. રાજાએ તેમને પ્રીતિદાન આપીને વિસર્જિત (વિદાય) કર્યા. સ્વપ્નફલ સાંભળ્યા પછી રાણી પિતાના મહેલમાં ગઈ.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૪૩