________________
કાલી રાનીકા વન્દનાર્થ ભગવાનકે સમીપ જાના
હે ચતુર કાર્યકર્તાઓ! તમે લેકે ઉત્તમ રથ-શીવ્ર ગતિવાળા રથ જેની આગળ પાછળ તથા બન્ને બાજુએ ચાર ઘટાઓ લગાડેલી એવા ધાર્મિક અશ્વરથ, સારથી આદિ સહિત લઈ આવે. કૌટુમ્બિક પુરૂએ કાલી મહારાણીની આજ્ઞા પ્રમાણે રથ તૈયાર કરીને તેને કહ્યું:-હે મહારાણી ! આપની આજ્ઞા પ્રમાણે રથ તૈયાર છે. (૧૬)
“f ' ઇત્યાદિ. પછી રાણીએ સ્નાન કર્યું તથા પશુ પક્ષી આદિને માટે અન્નનો ભાગ કાઢવા રૂપી બલિકર્મ કર્યું તથા દુષ્ટિદેષ (નજર) ના નિવારણને માટે મથી (કાજળ)નું ચિહ્ન કર્યું તથા પાપનાશ કરવા માટે જેમ પ્રાયશ્ચિત્ત કરાય છે તેવી જ રીતે દુઃસ્વપ્ન આદિ દેષોના નિવારણ માટે મંગલરૂપ સરસવ, દહીં, ચાવલ, ચંદન તથા દુર્વા વગેરેને ધારણ કર્યા તથા વજનમાં અલ્પ પણ કિસ્મતમાં ભારે એવાં ઘરેણાંથી શરીરને શણગાર્યું. સેવાપરાયણ ફાડી દાસીઓ આદિ ૧૮ પ્રકારની દાસીઓને સાથે ચાલવાને હુકમ કર્યો તેનાં નામ આ પ્રકારે છે–(૧) ચિલાત નામના અનાર્ય દેશમાં ઉત્પન્ન થનારી કૂબડી અને ઠીંગણું દાસીઓ (૨) જે દેશમાં નાનાં નાનાં પિટવાળાં જન્મ લે છે તે દેશની. (૩) ખર્બરની દેશની. (૪) બકુશ દેશની, (૫) યૌન દેશની. (૬) પ© દેશની. (૭) ઇસનિક દેશની. (૮) વાસિનિક દેશની. (૯) લામિક દેશની. (૧૦) લકુશ દેશની (૧૧) દ્રવિડ દેશની. (૧૨) સિંહલદ્વીપ દેશની (૧૩) અરબ દેશની. (૧૪) પwણ દેશની. (૧૫) બહુલ દેશની. (૧૬) મુસંડ દેશની. (૧૭) શબર દેશની. તથા (૧૮) પારસ દેશની દાસીઓ.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૩૯