________________
કાલી રાની કે વિચાર
(૩) મહાવીર–મેક્ષના અનુષ્ઠાનમાં પરાક્રમ કરવાવાળા મહાવીર કહેવાય. એવા મહાવીર વર્ધમાન સ્વામી ચરમ તીર્થકરની નિર્મળ મનની સાથે વાણીથી સ્તુતિ કરૂં. યતના-પૂર્વક પાંચ અંગ નમાવીને નમસ્કાર કરૂં યતના-પૂર્વક અભ્યસ્થાન આદિ નિરવદ્ય ક્રિયાથી ભગવાનને સત્કાર કરૂં. મનોયોગ-પૂર્વક અને તેનું ઉચિત વાથી સમ્માન કર્યું. કર્મબંધથી ઉત્પન્ન થનારી ઉપાધિ અને વ્યાધિના નાશક હોવાથી “કલ્ય” તે મોક્ષ કહેવાય છે. તેને પ્રાપ્ત કરાવનાર હોવાથી ભગવાન કલ્યાણસ્વરૂપ છે. અથવા-જ્ઞાનાદિ રત્નત્રયરૂપ મોક્ષ માર્ગના ઉપદેશ દ્વારા ભવ્ય જીવને જન્મ જરા મૃત્યુ રૂ૫ રોગથી મુક્ત કરે છે. આ કારણથી પણ કલ્યાણ–સ્વરૂપ છે. સંપૂર્ણ હિતને પ્રાપ્ત કરાવવાવાળા તથા ભવસાગરથી તારવાવાળા છે તેથી ભગવાન મંગલ–સ્વરૂપ છે. અથવા અજર અમર ગુણોથી ભવ્ય જનને ભૂષિત કરવાના કારણે મંગને મોક્ષ કહેલ છે. તેને જે પ્રાપ્ત કરાવે તે મંગલ કહેવાય છે. આથી ભગવાન પણ મંગળ છે. એવા ઈષ્ટદેવ-સ્વરૂપ હોવાથી દૈવત છે અને વિશિષ્ટ જ્ઞાનવાળા હોવાથી ચૈત્ય છે. એવાં ભગવાનની વિનયપૂર્વક નિરવદ્ય સેવા કરૂં તથા મારા હૃદયમાં રહેલ પુત્રસબંધી પ્રશ્નને નિશ્ચય-ખુલાસો-કરું. આ પ્રકારે પિતાના મનમાં વિચાર કરી કાલી મહારાણીએ પોતાના કૌટુમ્બિક (આજ્ઞાકારી) જનેને બેલાવ્યા તથા આજ્ઞા કરી.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૩૮