________________
કૂણિક વર્ણન
ત્યારે કૂણિક મહારાજ બોલ્યા–હે જનની ! મારા પિતાને મારા ઉપર કેવી જાતને અનુરાગ છે?
માતા કહે–વત્સ ! જે તારે ઉપકારી છે તેને જ તું વૈષ કરે છે. જે–તારે જન્મ થયા પછી મારી આજ્ઞાથી દાસીએ તને અશોકવાટિકામાં મૂકી દીધો હતો તે વખતે તારી આ આંગળી કુકડાએ પિતાની તીખી ચાંચથી ખંડિત કરી દીધી હતી અને તે અનાથ (નિરાશ્રિત) થઈ પડ–પડયે રેતે હતે. અચાનક તારા પિતા ત્યાં આવી પહોંચ્યા અને તેને ઉપાડી લાવ્યા. તારી આંગળી ઉપર ઘા વધી ગયો હતો અને તું બહુ જોરથી રૂદન કરતો હતો. જ્યારે તારી આંગળીમાં પીપ (પરૂ) ભરાઈ જાતું હતું ત્યારે તને ઘણું પીડા થતી હતી, અને તને જરા પણ આરામ મળતો નહતો. ત્યારે તારા પિતા તારે તડફડાટ અને વેદનાને જોઈને દુઃખિત હદય થઈ દયાથી ઔષધ ઉપચાર કરતા હતા અને પરમ સ્નેહથી તારી આંગળીને મેઢામાં લઈ પરૂને ચુસીને થુંકી દેતા હતા તથા તને સર્વ રીતે આરામ પહોંચાડતા હતા. આવી રીતે સ્વભાવથી જ પરમ ઉપકારી હિતેચ્છુ પિતાના તરફ તું હવે કૃતળ ભાવને ધારણ કરી દુષ્ટ વ્યવહાર કરતાં કેમ શરમાતો નથી ?
આ પ્રકારે માતાના માર્મિક સ્નેહ ભર્યા શબ્દ સાંભળી કણિકે એક લાંબો નિસાસો નાખ્યો તથા તેજ વખતે આસન ઉપરથી ઊઠીને પિતાનું બંધન કાપી નાખવા હાથમાં કુહાડે લીધે અને જે પીંજરામાં શ્રેણિક હતા તે તરફ જવા માંડયું. જ્યારે શ્રેણિકે કૂણિકને યમરાજ સમાન કુહાડી હાથમાં લઈને આવતા જે ત્યારે ભયથી ધ્રુજતા શ્રેણિકના મનમાં શંકા થઈ કે-ખે આ કુહાડી લઈને યમના જેવો મારી પાસે આવી રહ્યો છે અને મને ન જાણે કેવા કુતથી મારશે. એમ વિચારી જ્યાં સુધી તે પાસે આવી પહોંચે તેટલા જ વખતમાં તેમણે પોતાની વીંટીમાં લગાડેલ તાલપુટ વિષને ચુસીને પિતાના પ્રાણ ત્યાગ કર્યો.
બાદ આ જોઈ કૃણિક બહુ દુઃખિત થયે તથા પિતાના દેહને અગ્નિસંસ્કાર આદિ મૃતક કર્મ કરીને પેતાના દુરાચારની મનમાં ને મનમાં નિંદા કરતે થકે દયુક્ત થતા પિતાને ઘેર આવ્યું. રાજ્યના ભારને વહન કરતાં થોડા
શ્રી નિરયાવલિકા સૂત્ર
૩૧