________________
આ પ્રમાણે કમ ની ગહન ગતિના અને પેાતાના પતિની દુર્દશાના, વિચાર કરતી થકી હમેશાં પ્રવર્ધમાન પરિણામથી ધર્મક્રિયા કરતી હતી. નમસ્કાર ( નવકારસી ) પૌરૂષી આદિ દેશ પ્રકારના પ્રત્યાખ્યાન ( પચખાણ ) નિત્ય પ્રતિ કરતી હતી. શ્રાવકનાં ત્રતાનું પાલન કરતી હતી. માર્યા જતા જીવાને ખચાવતી હતી. સાધમીઓનું પાષણ કરતી હતી તથા દીન, અનાથ, લુલાંપાંગળાં માણસાના ઉપર પરમ કરૂણા કરીને અન્ન વજ્ર ઔષધ વગેરેથી તેમનાં દુ:ખાનું નિવારણુ કરતો હતી. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા રૂપ ચાર તીથૅની સેવા કરતી હતી. નિરાધારની આધાર હતી, કયાં સુધી કહીએ ! મહારાણી ચેલ્લના સર્વ પ્રકારે બધા જીવાને માટે હિતકારી, પથ્યકારી અને સુખકારી હતી. તથા અનેક પ્રકારે ધર્મક્રિયા કરતી ચકી શીલવ્રત આદિ આરાધન કરતી થકી ત્રણે કાળ સામાયિક કરતી હતી. ક છે કેઃ—
" सा चेल्लणा भूमिथलं पमज्ज, वत्थाइ सव्वं पडिलेक्ख भावा । वृद्धा सदोरं मुहवत्तिमासे सामाइयं तं कुणए तिकालं ॥ १ ॥ "
તે ચેલ્લના મહારાણી વિધિપૂર્વક પહેલાં ગુચ્છાથી ભૂમિને પુંજી પછી વસ્ત્રોની પ્રતિલેખના (પડિલેહણા) કરી માં ઉપર દારા સહિત મુખવસ્તિકા બાંધીને ત્રણે કાલ (સવાર માર સાંજ) સામાયિક કરતી હતી.
એક સમય કૂણિક મહારાજ બધા અલંકાર પહેરીને પેાતાની માતા ચેલ્લના મહારાણીની પાસે ચરણ–વંદન માટે આવ્યા. પાતાના પતિનાં દુ:ખથી દુ:ખિત આત ધ્યાન કરતી પેાતાની માતાને જોઈને કહેવા લાગ્યા.--હે જનની ! હું પાતે મોટા રાજ્યના અભિષેકથી અભિષેક કરાયેલા હાઈ વિશાલ રાજ્યશ્રીના અનુભવ કરી રહ્યો છુ તેથી તમારા મનમાં શું સંતેષ, ઉલ્લાસ આનંદ નથી થતા? શું મારૂ ભાગ્યેય તમને નથી ગમતું ?. પુત્રનાં આવાં વચન સાંભળી મહારાણી ચેલ્લના દેવી મેલીપુત્ર ! તું દેવ તથા ગુરૂ સમાન પરમ સ્નેહવાળા પેાતાના પિતાને બંધનમાં નાખી પાતે રાજ્યશ્રીને અનુભવ કરી રહ્યો છે. એવાં દુષ્કૃત્યથી કેવી રીતે મારૂ મન સંતુષ્ટ તથા આન ંદિત રહી શકે ?
શ્રી નિરયાવલિકા સૂત્ર
૩૦