________________
કૂણિક વર્ણન
પિતાના પૂર્વ ભવના વેરથી કુણિક રાજાએ પોતાના પિતા શ્રેણિકને કઇ કપટથી પકડી લેઢાના પાંજરામાં નાખ્યું અને સવાર સાંજ પિતાના નોકરો દ્વારા સો સે ચાબુકને માર મહારાજ શ્રેણિકને દેવરાવતે હતો તથા ખાવા પીવાનું પણ અટકાવ્યું હતું. પિતાના મનમાં આવે ત્યારે ખાવાને આપતો હતો. આ પ્રકારે રાજાને ભૂખ અને તરસની પીડાથી દુ:ખી જેઈને ચેલ્લના મહારાણું બહુ દુ:ખી થઈ અને તે ખાવાની વસ્તુ પિતાના અંબેડામાં છાની રીતે બાંધી તથા પાણીથી ભીંજાવેલાં વસ્ત્ર પહેરી રાજાની પાસે જતી. ખાવાની વસ્તુ પિતાના અબડાથી કાઢી રાજાને ખવરાવતી તથા પિતાનાં કપડાં નિચોવીને તેનું પાણી પીવરાવતી તથા ચાબુકના સખત ઘાથી ઉત્પન્ન થતી વેદનાને શાંત કરવા માટે ઔષધ લગાડેલાં વસ્ત્રનાં પાણીથી રાજાનાં શરીરને છેતી હતી જેથી વેદના કંઈક ઓછી પડી જાતી હતી.
ચેક્ષના વર્ણન
હવે ચેલનાનું વૃતાંત કહે છે–ચેલ્લના મહારાણી ધર્માત્મા તથા ધર્મપરાયણ હતી. ત્રિકાલ ધમ ધ્યાન કરતી હતી તથા પોતાના પતિ મહારાજ શ્રેણિકની બાબતમાં કહેતી હતી કે–અહો ! કમની કેવી વિચિત્ર ગતિ છે જેથી આવા શક્તિશાળી મહાપ્રભાવવાળા રાજાની પણ આવી દુર્દશા થઈ રહી છે. ક્યા કર્મથી તેમની આવી દશા થઈ છે તે તે સર્વજ્ઞ સિવાય કોઈ જાણી શકતું નથી.
હે આત્મન્ ! અગર જો તું ધર્મનું આરાધન નહિ કરે તે તારી પણ આવી જ દુર્દશા થવાની છે.
શ્રી નિરયાવલિકા સૂત્ર