________________
આપેલી કઈ પણ વસ્તુ આદરથી લેવી જોઈએ એ પતિવ્રતાનો ધર્મ છે' એમ વિચાર કરી પિતાની લેખની સાથે ઈર્ષાને છેડી આદરથી તે ગેળા લઈ લીધા અને અત્યંત હર્ષથી તે માટીના ગેળાને સુરક્ષિત રીતે પોતાની પેટીમા રાખવા લાગી. પરંતુ તે રાખતી વખતે આભૂષણના ડાબલાના અથડાવાથી બેઉ ફૂટી ગયા ત્યારે તેના જોવામાં આવે છે કે એક ગોલામાં કંડલની જોડી છે તથા બીજામાં બે દિવ્ય વસ્ત્ર છે. આ જોઈને રાણું બહુ પ્રસન્ન થઈ
અભયકુમાર વર્ણન
એક સમય અભયકુમારે ભગવાન મહાવીર સ્વામીને પૂછયું કે હે ભગવાન્ ! અંતિમ રાજઋષિ કોણ થશે?
ભગવાને કહ્યું–હે અભયકુમાર આજ પછી મુગટધારી રાજા પ્રવ્રજિત થશે નહિ આ સાંભળીને અભયકુમારે મનમાં વિચાર કર્યો કે જે પિતા તરફથી મળનાર રાજ્યને સ્વીકાર કરે તે હું પણ મુગટબદ્ધ રાજા બનું પરંતુ ભગવાનનું વચન છે કે મુગટબદ્ધ રાજા રાજઋષિ નહિ બને તે માટે પિતા તરફથી મળનાર રાજ્યના સ્વીકાર નહિ કરું, આમ નિશ્ચય કરીને તેણે રાજ્યનો સ્વીકાર ન કર્યો.
અભયકુમારને દીક્ષાભિલાષી જાણીને નંદ મહારાણીએ કુંડલનો જડ વિહા કુમારને આપી અને વસ્ત્રની જોડ હાયસ કુમારને દીધી, તે પછી મેટા ઉત્સવથી નંદા મહારાષ્ટ્ર અને અભયકુમાર એ બન્ને પ્રવજિત થયા.
શ્રેણિક રાજાને કાલી મહાકાલી આદિ બીજી રાણીઓ ના કાલ મહાકાલ આદિ બીજા અનેક પુત્ર પણ હતા. અભયકુમારે દીક્ષા લીધા પછી કૃણિક રાજા કે જેનું ચરિત્ર આગળ વર્ણવવામાં આવશે તેણે એક વખત એકાંતમાં કાલ કુમાર આદિ દશ કુમારની સાથે આ પ્રમાણે મંત્રણા કરી કે-આપણા પિતા મહારાજશ્રેણિક આપણા ઈષ્ટ સુખને નાશ કરનાર છે તેથી તેને બંધનમાં નાખી રાજ્યના અગીચાર ભાગ કરી સુખ પૂર્વક રાજ્ય સુખને અનુભવ કરવો. આ વાત બધા ભાઈઓને પસંદ પડી અને તેઓએ તેનો સ્વીકાર કર્યો.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૨૮