________________
ત્યારે તે સાધુવેષધારી કોલ કરીને બે -આ આર્યા ગર્ભવતી હોવાથી તેને માછલી ખાવાનો ડહોળો થયો છે. આ માટે માછલી મારવાને જાળ ફેલાવીને ઊભું છું. જાઓ રાજન! એનું આપને શું પ્રયોજન છે?
એવાં સાધુનાં વચન સાંભળી રાજા ઊંધ કરીને બોલ્યાઃ–
નિર્લજજ ! છોડી દે આ દુષ્કૃત્યને, નહિ તે દંડ કરીશ. આ સાંભળીને તે સાધુવેષધારી બો-દંડ કોને આપશે? ગૌતમ આદિ ચૌદ હજાર મુનિ તથા ચંદનબાળા આદિ છત્રીસ હજાર સાધ્વીઓ તમામ અન્તર દુરાચારી તથા બહાર સાધુપણાને આડંબર રાખે છે તે મારા એકલાના ઉપરજ કેમ આક્ષેપ કરો છો ?
દેવકૃત શ્રેણિક પરીક્ષા
આ સાંભળીને રાજા શ્રેણિક બેલ્યા–તમારા જેવા દંભી તથા દુરાચારીને જઈને મારો ધર્મ ઉપર અનુરાગ ડગી શકે નહિ, અર્થાત્ જિનવચન ઉપર મારી દૂઢ શ્રદ્ધા વિચલિત ન થઈ શકે. પૃથ્વી પાતાળમાં ચાલી જાય, સૂર્ય પશ્ચિમમાં ઊગે, ચંદ્ર અગ્નિ વરસાવે, અગ્નિ ઠંડા બની જાય, અમૃત ઝેર બની જાય તે પણ મારું સમ્યકત્વ ચલાયમાન થઈ શકે નહિ.
ત્યાર પછી તે બન્ને દેવો અવધિજ્ઞાન દ્વારા રાજાને સમ્યકત્વ ધર્મની અંદર નિશ્ચલ જાણુંને વારંવાર તેની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યા–
सम्यक्त्वधारी च परोपकारी,
धन्योऽसि राजन् ! कृतपुण्यराशिः।
શ્રી નિરયાવલિકા સૂત્ર
૨૬