________________
સમ્યફત્વનું વિસ્તારથી વર્ણન આચારાંગ સૂત્રના ચેથા અધ્યયનની આચારચિંતામણિ ટીકામાં કરેલું છે.
આ પ્રકારે સમ્યક્ત્વની પ્રશંસા કરતા થકા સુરપતિ સુધમો ઈન્કે અવધિજ્ઞાન દ્વારા જંબુદ્વિપના ભરત ક્ષેત્રમાં શ્રેણિક રાજાને જોયા. સમ્યક્ત્વગુણશાલી રાજનીતિનું પાલન કરવાવાળા રાજાને જોઈને પ્રસન્નમુખ થઈ પોતે સમ્યક્ત્વગુણથી નિર્મળ ઈન્દ્ર, આદર સહિત વારંવાર પોતાની સુધર્મા સભામાં સમ્યક્ત્વગુણધારી શ્રેણિક રાજાની પ્રશંસા કરવા લાગ્યા.
એ પ્રકારે રાજા શ્રેણિકની પ્રશંસારૂપી નદી ઇન્દ્રના સુખરૂપી પર્વતથી નિકળી સભામાં બેઠેલા સર્વ દેવના કર્ણરૂપી સાગરમાં પહોંચી.
દેવતા લોકોના તે સમ્યક્ત્વ આદિ ગુણને મહિમા સાંભળી સાંભળીને અપૂર્વ આનંદથી ભરપૂર થઈ ગયા તથા આશ્ચર્ય ચકિત થઈને શ્રેણિક રાજાને ધન્યવાદ દેવા લાગ્યા.
તે સમયે બે મિથ્યાત્વી દેવોએ ઈદ્રના વચન ઉપર શ્રદ્ધા ન કરી અને રાજા શ્રેણિકની પરીક્ષા લેવા માટે મનુષ્ય લોકમાં તેની પાસે આવ્યા. જેમ કહ્યું
मुहेंदुदिव्वंमुहवत्थिगो हि
सग्गा सुरो सेणियरायमागा। परिक्खिउं साहुसुवेसधारी,
अज्जासमेओ य सरोतडे से ॥१॥ તે બન્ને દેવોએ વૈક્રિય શક્તિથી સાધુ તથા સાધ્વીનું રૂપ ધારણ કર્યું. મુખ ઉપર દોરાસહિત મુખવસ્ત્રિકા બાંધી તથા કાંખમાં રજોહરણ લીધું. એ પ્રકારને વેષ લઈ તળાવને કાંઠે જઈ ઊભા રહ્યા. એમાંથી એક દેવ સાધુનું રૂપ ધારણ કરીને જાણ ફેલાવી સરોવરના તટ ઉપર ઊભો રહ્યો તથા બીજે સાધ્વીનું રૂપ ધારણ કરી ત્યાંજ તેની પાસે ઊભું રહ્યો તે વખતે મહારાજ શ્રેણિક ક્રીડા નિમિત્તે ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા તેમણે માછલી મારવા માટે ઉદ્યત થયેલા સાધુને જોઈને કહ્યું એહ! તમે સાધુ થઈને આ દુષ્ટ અચરણ શા માટે કરો છો ?
શ્રી નિયાવલિકા સૂત્ર
૨૫