________________
કહ્યું પણ છે કે –
" असमसुखनिधानं धाम संविग्नतायाः, भवमुखविमुखत्वोद्दीपने सद्विवेकः । नरनरकपशुत्वोच्छेदहेतुर्नराणां,
शिवसुखतरुबीजं, शुद्धसाम्यक्त्वलाभः ॥१॥" અર્થા–નિર્મળ સમ્યકત્વ અતુલ સુખનું નિધાન છે. વૈરાગ્યનું ધામ (ઘર) છે. સંસારનાં ક્ષણભંગુર તથા નાશવાન સુખની અસારતા સમજવા માટે ખરેખર વિવેક સ્વરૂપ છે. ભવ્ય જીનાં મનુષ્ય તિર્થં ચ સંબંધી તથા નરક નિગોદ આદિ દુઃખને ઉચ્છેદ કરવાવાળું છે તથા મેક્ષસુખ રૂપી વૃક્ષનાં બીજ સ્વરૂપ છે. (૧) ફરી પણ કહ્યું છે કે –
સત્વરત્નાજ રત્ન,
सम्यक्त्वबन्धोर्न परोऽस्ति बन्धुः सम्यक्त्वमित्रात्र परं हि मित्रं,
सम्यक्त्वलाभान्न परोऽस्ति लाभः ॥२॥" અર્થાત-સંસારમાં સમ્યક્ત્વ રત્નના જેવું બીજું રત્ન નથી. સમ્યકૃત્વ બંધુના જેવા બીજે બંધુ નથી. સમ્યક્ત્વ મિત્રના જેવો બીજો કોઈ મિત્ર નથી અને સમ્યક્ત્વ લાલના જે બીજો કોઈ લાભ નથી. (૨)
સમ્યકત્વરૂપી મહાવૃક્ષ હૃદયરૂપ ભૂમિમાં ઉત્પન્ન થાય છે. સમ્યકત્વને આચાર જેનું મૂળ છે. ભાવના જળથી જેનું સિંચન થાય છે. જેનાં શ્રત તથા ચારિત્ર ધર્મ રૂપી સ્કંધ (થડ) છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણુ રૂપ જેની શાખાઓ છે. નયરૂપી પ્રતિ-શાખાઓ છે. દયા, દાન, ક્ષમા, ધૃતિ તથા શીલરૂપ પાંદડાં છે. જિન વચનનાં પ્રેમરૂપી સુંદર પુષ્પ છે. જેના ઉપર ભવ્ય જીવોનાં મનરૂપી ભમરાનાં વંદ ગુંજન કરી રહ્યાં છે. શાસ્ત્રરૂપી વાડથી સુરક્ષિત છે. સ્વર્ગ તથા મોક્ષનાં સુખરૂપી ફલ છે. પિતાના આત્માનાં કલ્યાણરૂપી રસ છે. એવા સુદઢ સમ્યક્ત્વરૂપી મહાવૃક્ષને મિથ્યાત્વરૂપી મહાગજકુત ઉપસર્ગો તથા કુશાસ્ત્ર કુતર્ક રૂપી હજારો મહાવાત (આંધી) ઉખેડી નહિ શકે.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૨૪