________________
કૂણિકરાજવર્ણન
અહિં પહેલા કાલકુમારનું વર્ણન કરે છે –
શ્રી સુધર્મા સ્વામી શ્રી જંબૂ સ્વામીને કહે છેઃ-gવ હતું ઈત્યાદિ. હે જંબૂ! તે કાલ તે સમય આજ મધ્ય જંપૂઢીપમાં ભારતનામે ક્ષેત્ર છે જેના મધ્ય ભાગમાં ચંપા નામની નગરી આકાશસ્પશી ભવનેથી શોભિત સ્વપર ચક ભય રહિત અને ધન ધાન્ય આદિથી સંપન્ન હતી. તેના ઈશાન કેણુમાં પૂર્ણભદ્ર નામે વ્યંતરાયતન હતું.
તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાના પુત્ર કેણિક રાજા રાજ્ય કરતા હતા, જે ચેલના મહારાણીના ગર્ભથી જન્મ્યા હતા.
કેણિક રાજાનું વર્ણન આ પ્રકારે છે –
મહા હિમાન પર્વત સમાન હતા અર્થાત શેષ અન્ય રાજા રૂપ પર્વતાથી મોટા હતા. મલય પર્વત અને મહેન્દ્ર પર્વતના સમાન શ્રેષ્ઠ હતા. અત્યંત નિર્મલ પ્રાચીન રાજવંશમાં જન્મ્યા હતા. જેના શરીરના પ્રત્યેક અવયવમાં સ્વસ્તિક, શંખ, ચક્ર આદિ રાજચિહ્ન એગ્ય ઠેકાણે રહેલાં હતાં. રાજમર્યાદાના પાલક હતા. એશ્વર્યસંપન્ન હોવાથી મનુષ્યના ઈન્દ્ર હતા. તથા શત્રુઓને અપ્રતિહત શક્તિ દ્વારા જીતવાથી પુરૂષમાં સિંહસમાન હતા. જેનું રાજ્ય અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મૂષક (ઉંદર), શલભ (તીડ), શુક (પોપટ) તથા રાજાઓનાં યુદ્ધ આદિના કારણે ગામની નજીક નિવાસ કરે, એ છ પ્રકારની ઈતિ એટલે ઉપદ્રવથી મુકત હતું. એવાં રાજ્યનું પાલન મહારાજ કેણિક કરતા હતા છેલો
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૯