________________
જમ્મૂકાપ્રશ્ન
‘તબંñ ઈત્યાદિ.
ત્યાર પછી શ્રી આર્ય જ ખૂસ્વામી કેજે જીજ્ઞાસુ હતા, જેને સારી રીતે શ્રદ્ધા હતી, સંશય પણ સારી રીતે હતા, અને કુતૂહલ પણ સારી રીતે થયું હતું તે ઉભા થઇને જ્યાં શ્રી આર્ય સુધર્મા સ્વામી હતા ત્યાં ગયા. ત્યાં જઈને શ્રી આર્ય સુધર્માન પેાતાની જમણી ખાજુએથી અંજલીપુટ (બે હાથ) ઘુમાવવા શરૂ કરી ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી ત્યાર પછી શ્રી આર્ય સુધર્મા સ્વામીથી બહુ દુર નહિ તેમ બહુ પાસે પણ નહિ એમ નિકટ સેવામાં ઉપસ્થિત થઈ બે હાથ જોડી વિધિપૂર્વક સેવા કરતાં આમ મેલ્યા:
હે ભગવન્! શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીએ જે સ્વશાસનની અપેક્ષા ધર્મની આદિ કરવાવાળા, જેથી સંસાર સાગર તરી જવાય તેને તીર્થ કહે છે. તે તીર્થ ચાર પ્રકારનાં છે–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એવા ચતુર્વિધ સંઘ રૂપ તીર્થની સ્થાપના કરવાવાળા, પાતે ધ પામેલા, જ્ઞાન:વગેરે અનંત ગુણ સંપન્ન હાવાથી પુરૂષાત્તમ, રાગદ્વેષાદ્રિ શત્રુઓના પરાજય કરવામાં અલૌકિક પરાક્રમવાળા હાવાથી પુરૂષામાં કેશરીસિંહ સમાન, સમસ્ત અશુભરૂપી મળથી રહિત હાવાથી વિશુદ્ધ, શ્વેતકમળ સમાન નિર્માંળ, અથવા—જેમ કાદવમાંથી ઉત્પન્ન થઈ પાણીના ચેાગથી વધતું હોવા છતાં કમળ એ બેઉ (પાણી–કાદવ) ના સંસર્ગને છેડીને હમેશાં નિર્લેપ રહે છે, તથા પેાતાની અલૌકિક સુગધી આદિ ગુણાથી દેવ, મનુષ્ય આદિના મસ્તકનું ભૂષણુ બને છે, તેવીજ રીતે ભગવાન કર્મરૂપી કાઢવમાંથી ઉત્પન્ન અને ભાગરૂપી જલથી વૃદ્ધિ પામ્યા છતાં તે બેઉના સંસર્ગના ત્યાગ કરીને નિર્લેપ રહે છે, તથા કેવળ જ્ઞાન આદિ ગુણ્ણાથી પરિપૂર્ણ હાવાથી ભવ્ય જીવાને શિરોધાર્ય છે. જેનું ગંધ સુંઘતાંજ બધા હાથી મીકથીજ ભાગી જાય છે તેવા હાથીને ગંધહસ્તી' કહે છે; તે ગ ંધહસ્તીના આશ્રયથી જેમ રાજા હંમેશાં વિજય મેળવે છે, તેવી જ રીતે ભગવાનના અતિશયથી દેશના અતિવૃષ્ટિ (૧), અનાવૃષ્ટિ (૨), શલભા (તીડ) (૩), ઉંદર (૪), પક્ષી (૫), સ્વચક્ર પરચક્ર ભય (૬), એ છ પ્રકારની ઇતિ (ઉપદ્રવ) અને મહામારી આદિ સર્વે ઉપદ્રવ તત્કાલ દુર થઈ જાય છે, તથા આશ્રિત ભવ્ય જીવ હંમેશાં સર્વ પ્રકારે વિજયી થાય છે. ચાંત્રીશ અતિશય તથા વાણીના પાંત્રીશ ગુણાથી યુક્ત હાવાથી લેાકેામાં ઉત્તમ, અલભ્ય રત્નત્રયના લાભરૂપી યાગ, તથા લબ્ધ રત્નત્રયના પાલન રૂપી ક્ષેમનું કારણ હાવાથી ભવ્ય વાના નાયક, એકેન્દ્રિય આદિ સ પ્રાણીગણના હિત કરનારા, જેમ દ્દીપક બધાને માટે સરખા પ્રકાશ કરે છે તો પણ આંખવાળાજ માત્ર તેનાથી લાભ મેળવી શકે છે. નેત્રહીન એટલે
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૪