________________
“જમ્મૂ સ્વામીના જેવા આ સંસારમાં થયા નથી અને થશે પણ નહિ કે જે ધીર તથા પ્રશંસનીય મહાપુરૂષે ચારાને પણ સંયમને માર્ગે ચડાવ્યા તથા મેાક્ષગામી બનાવ્યા. એવીજ રીતે પેાતાની આઠ સ્ત્રીઓ તથા તેમનાં માતાપિતાને તથા પાતાનાં (જમ્મૂનાં) માતા પિતાને પણ સંયમ માર્ગે ચડાવી મેાક્ષગામી બનાવ્યાં. ॥ ૧ ॥ નશ્વર ધન વગેરેના ત્યાગ કરીને, જેને ચાર ચારી ન શકે, જેનું મૂલ્ય ન થઈ શકે, જે અવિનાશી છે, પેાતાના ભાઈ પણજેમાંથી ભાગ પડાવી ન શકે, તથા મેાક્ષ સ્થાને પહોંચવા માટે જે ભાતા સમાન છે. એવું અનંત સુખ દેવાવાળાં રત્નત્રયને પ્રાપ્ત કરનાર પ્રણવને પણ ધન્ય છે ॥૨”
જમ્મૂ કા શરીર વર્ણન
-
સૂત્રકાર વળી જંબૂ સ્વામીનું વર્ણન કરે છે – જે સમચારસ સંસ્થાનવાળા હતા, જેના શરીરની અવગાહના સાત()હાથની હતી, વજા ઋષભનારાચ સઘયણવાળા હતા, કસેાટી ઉપર ઘસેલી સુવર્ણ રેખા સમાન તથા કમલ-કેશર સમાન જેના ગૌર વર્ણુ હતા, ઉચ તપસ્વી હતા. તીવ્ર તપ કરવાવાળા દેદીપ્યમાન તપેાધારી હતા છ કાયોના રક્ષક હાવાથી ઉદાર હતા, પરિષદ્ધ ઉપસર્ગ કષાયરૂપ શત્રુને વિજય કરવામાં ભયાનક અર્થાત્ વીર (બહાદુર) હતા. ઉગ્ર ત્રતધારી હતા. અર્થાત્ કઠણ વ્રતનું પાલન કરતા હતા.
તપના પ્રભાવથી ઉત્પન્ન થવાવાળો અને અનેક યાજન વિસ્તારના ક્ષેત્રમા રહેલી વસ્તુને ભસ્મ કરવાવાળી અતર્જાલા રૂપ લબ્ધિને તેજલેશ્યા' કહે છે. તેને સક્ષિપ્ત કરવાવાળા અર્થાત્ ગુપ્તરૂપમાં રાખવાવાળા હતા. આવી રીતે ગુણના ભડાર શ્રી જંબૂ સ્વામીએ શ્રી આર્ય સુધર્મા સ્વામીની પાસે ઊર્ધ્વજાનુ રહીને આજી-ખાજીએ નજર ન નાખતાં બે હાથ જોડીને માથું નમાવી ઉકુડાસને બેઠેલા મનને ધ્યાનરૂપી કાઠામાં સ્થિર રાખીને અર્થાત ચિત્તવૃત્તિને એકાગ્ર કરીને તપ તથા સંચમથી આત્માને ભાવિત કરતા થકા બેઠા હતા ૫ ૪ ૫
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૩