________________
જબૂસ્વામી કા પરિચય
સેળ હે' ઈત્યાદિ. તે કાળે તે સમયે શ્રી આર્ય સુધર્મા સ્વામીના અન્તવાસી (શિષ્ય) કાશ્યપગંત્રી શ્રી આર્ય જંબૂસ્વામી હતા જેમને પરિચય નીચે પ્રમાણે છે
રાજગૃહ નગરમાં અષભદત્ત નામના ઈભ્ય (બહુ ધનવાન શેઠ) રહેતા હતા. તેમની પત્નીનું નામ ભદ્રા હતું. પાંચમા દેવકથી એવીને એક ત્રાદ્ધિશાળી દેવે તેણીની કુખે જન્મ લીધો. માતાએ સ્વપ્નામાં જંબૂ વૃક્ષને જોયું તેથી તેનું નામ જંબૂ પાડયું હતું. તે જંબૂ કુમારે પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીની પાસે ધર્મનું શ્રવ કરી સમ્યક્ત્વ તથા શીલવત ધારણ કર્યું. સમ્યકત્વ તથા શીલવ્રત ધારી હોવા છતાં પણ માતાપિતાના આગ્રહથી ઈભ્ય શેઠની આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યું પણ તે આઠે કન્યાઓની હાવ-ભાવ આદિ ચેષ્ટામાં મોહિત થયા નહોતા. એમ કહ્યું છે કે –
सम्यक्त्व-शील-तुम्बाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् ये दधानो मुनिर्जम्बूः, स्त्रीनदीषु कथं ब्रुडेत् ॥१॥ इति ॥
અર્થાત્ સમ્યક્ત્વ તથા શીલરૂપ તુંબડીથી સંસાર સાગર સુખેથી તરી જવાય છે તેજ સમ્યક્ત્વ તથા શીલને ધારણ કરી જંબૂ સ્વામી સ્ત્રી રૂપી નદીએમાં કેમ ડૂબી શકે ? અર્થાત્ કદી ન ડૂબે.
જમ્બુપ્રભવ આદિ (૨૨ ૭) કી દીક્ષા
વિવાહ પછી રાતમાં તે આઠે સ્ત્રીઓને ઉપદેશ આપતાં જ મૂકુમારે ચોરી કરવા આવેલા પ્રભવને ચારસો નવાણું (૪૯) ચેરેની સાથે ઉપદેશ આવ્યો, અને પ્રતિબંધિત કર્યા. તે પછી સવારમાંજ પાંચસો ચાર, પિતાની આઠ સ્ત્રીઓ તથા તેમનાં માતા પિતા તથા પિતાનાં માતા પિતા, અને જમ્મુ પોતે. એવી રીતે પાંચસો સત્તાવીશ (પ૨૭) જણે એ દીક્ષા ગ્રહણ કરી. જમ્મુ કુમાર પોતાના દાયકામાં આવેલી નવાણું (૯૯) કરોડ સોના મહોરો તથા ઘરની સમસ્ત સંપત્તિનો ત્યાગ કરી દીક્ષિત થયા અને કમથી તપ સંયમ આરાધન કરીને કેવળ જ્ઞાન મેળવ્યું. તેઓ સોળ વરસ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. વશ વરસ છવસ્થ રહ્યા તથા ચુંમાલીસ (૪૪) વરસ કેવલ પર્ચામાં રહ્યા. આમ એંસી (૯૦) વરસનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને પ્રભવ સ્વામીને પોતાનાં પદ પર રથાપિત કરવી પિતે સિદ્ધપદને પ્રાપ્ત ર્ફે કહ્યું છે કે –
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧ ૨