________________
સુધર્મા સ્વામી પાંચસે મુનિએના પરિવાર સાથે તીર્થંકરાની મર્યાદાનું પાલન કરતા થકા અને ગ્રામાનુગ્રામ વિચરતા થકા જ્યાં રાજગૃહ નગર છે, જ્યાં ગુણશિલક નામે ચત્ય વ્યંતરાયતન ) છે ત્યાં પધાર્યાં, તથા મુનિઓના આચાર પ્રમાણે અવગ્રહ લઈને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા.
શ્રી સુધાં સ્વામી અહીં પધાર્યા છે, એ વાત સાંભળી પરિષદ્ નિકળી. વંદના કરવાને તથા ધર્મ કથાનું શ્રવણ કરવા માટે પાંચ અભિગમપૂર્વક આવ્યા.
એજ રીતે
જન સમૂહ
આર્ય સુધર્મા કા પધારના, પાંચ અભિગમ
પાંચ અભિગમ આ પ્રકારના છે
(૧) ધર્મ સ્થાનપર ન લઈ જવા જેવાં પુષ્પમાલા આદિ સચિત્ત બ્યાના ત્યાગ કરવા.
(૨) વઆભૂષણ આદિ અચિત્ત દ્રવ્યાના ત્યાગ ન કરવા.
(૩) સીવેલું કપડું ન હેાય એવાં અર્થાત્ અખંડ વજ્રથી મુખ ઉપર ઉત્તરાસંગ કરવું.
(૪) ધર્મ ગુરૂ નજરે પડતાંજ એ હાથ જોડવા. (૫) મનને એકાગ્ર કરવું. આવી મર્યાદાથી સમવસરણમાં સુધર્મા સ્વામી વગેરે મુનિઓને વિધિપૂર્વક વંદના કરીને પાતપાતાને સ્થાને પરિષદ્ (મળેલા લેાકેા) બેસી ગયા પછી શ્રી સુધર્માં સ્વામીએ શ્રુત ચારિત્ર લક્ષણુ ધર્મ સંભળાવ્યા. ધર્મકથા સાંભળી રહ્યા પછી લેાકેા જે જે ખાજુએથી આવ્યા હતા ત્યાં ત્યાં પાછા ગયા. (૩)
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૧