________________
કરે તેને વિનય કહે છે, તે અભ્યત્યાનાદિ ગુરૂસેવાના લક્ષણ યુકત વિનયસંપન્ન હતા. લાઘવસંપન્ન હતા અર્થાત દ્રવ્યથી છેડી ઉપાધિવાળા હતા અને ભાવથી ત્રણ ગૌરવથી રહિત હતા. ઈન્દ્રિનાં સૌંદર્યથી તથા તપ વગેરેના પ્રભાવથી પ્રતિભાશાળી હતા. અંતર આત્મપ્રભાવ અને બહાર શરીર પ્રભાવથી દેદીપ્યમાન હોવાના કારણે તેજસ્વી હતા. સર્વે પ્રાણીઓના કલ્યાણકારક તથા નિદોષ વચન યુક્ત હોવાથી આદેય (ગ્રાહ્ય વચનવાળા હતા. તપ તથા સંયમની આરાધના કરવાથી પ્રસિદ્ધિ પ્રાપ્ત હોવાને કારણે યશસ્વી હતા, ઉદયાવલિકા એટલે કર્મફળની પરંપરામાં આવવા વાળા ક્રોધાદિને જીતવાથી કષાના વિજેતા હતા જીવવાની આશા તથા મૃત્યુના ભય રહિત હતા.
બીજા મુનિઓની અપેક્ષાએ ચતુર્થ ભક્ત (ઉપવાસ) આદિ તપ બહુ કરવાથી તથા પારણાં આદિમાં અનેક જાતનાં કઠિન અભિગ્રહ કરવાથી “તપપ્રધાન” હતા.
સમ્યફ જ્ઞાન આદિ રત્નત્રય તથા ક્ષતિ (ક્ષમાં) આદિ દશવિધ યતિધર્મથી યુક્ત હોવાથી “ગુણપ્રધાન હતા. એમ કહ્યું પણ છે કે
“ परोपकारकैरतिनिरीहता, विनीतता सत्यमनुत्थचित्तता" विद्या विनोदोऽनुदिनं न दीनता, गुणा इमे सत्त्ववतां भवन्ति" |इति॥
અથાત – પરોપકારમાં આનંદ માનવ, નિ:સ્પૃહતા રાખવી, વિનય સત્ય પ્રશાંત ભાવ, વિદ્યા વિનેદ, મધ્યસ્થભાવ અને દીનતાને ત્યાગ એ ગુણ મહાપુરૂષોમાં હોય છે.
તથા તે કરણ ચરણના ધારણ કરવાવાળા હતા, ઈન્દ્રિયેને તથા નઇન્દ્રિય (મન) ને દમન કરવાથી આત્માના અપૂર્વ વીર્ય પ્રગટ કરવાના કારણે નિગ્રહપ્રધાન હતા અલ્પસત્વવાળાથી મુશ્કેલી એ પળાય એવાં બ્રહ્મચર્યને ધારણ કરવાથી “ઘારબ્રહ્મચારી હતા શૃંગાર માટે શરીરને સર્વથા સંસ્કારરહિત રાખતા હેવાથી ઉછૂઢશરીર (શરીરમમત્વ રહિત) હતા. કેશી શ્રમણ, મતિ શ્રત તથા અવધિ એ ત્રણ જ્ઞાનનાજ ધારી હતા જેમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે –
ગોહનાને સુઈ ” દૃાત, એ પ્રમાણે કેશી શ્રમણ ગણધરની સમાન ગુણને ધારણ કરવાવાળા ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારી પાંચમા ગણધર
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦