________________
રહેવાશીઓને તથા દેશ પરદેશથી આવવાવાળાને સોનું ચાંદી રત્ન વગેરેના વેપારરોજગારથી લાભકારક હોવાથી આનંદજનક હતું, જેનું અતિશય સૌંદર્ય અનિમેષ દૃષ્ટિથી જોવા લાયક હોવાથી તે “પ્રેક્ષણીય હતું, જે જોનારનાં મનને પ્રફુલ્લિત કરવાનાં કારણે “પ્રાસાદીય’ અમેદજનક હતું, આંખોથી જોવામાં વારંવાર સુખ આપનાર હોવાથી દર્શનીય હતું, સુંદર આકૃતિવાળું હોવાથી “અભિરૂપ હતું. નવિન નવિન આશ્ચર્ય ઉપજાવે એવી શિલ્પકલાઓવાળું હોવાથી પ્રતિરૂપ” અર્થાત અનુપમ હતું.
પૃથિવીશિલાપટ્ટ
ત્તા ” ઈત્યાદિ. તે રાજગૃહના ઈશાનકેણમાં ગુણશિલક નામનું વ્યન્તરાયતન હતું જેનું વર્ણન અન્યત્ર (બીજાં શાસ્ત્રોમાં) આવી રીતે છે
અગાઉના લેકના કહેવા પ્રમાણે તે જુના વખતથી છે. તેમાં છત્ર, ધજા, ઘંટા, પતાકા આદિ લાગેલાં હતાં. વેદિઓ બનેલી હતી. તેની ભૂમિ છાણ અને માટીથી લીંપેલી હતી. અને ભીતે ખડી ચુના વગેરેથી ધવલિત હતી.
ત્યાં એ જગ્યા ઉપર એક મે અશોક વૃક્ષ હતું. તેની નીચે મૃગચર્મ, કપાસ, બૂર (વનસ્પતિ) માખણ અને આકડાના રૂ જેવું સુવાળું અને ઉચિત પ્રમાણથી લંબાઈ પહોળાઈ વાળું આસનના આકાર જેવું પૃથ્વીશિલાપટ્ટ હતું જે દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ હતું. (૨)
આર્ય સુધર્મા
સેળ વા’ ઈત્યાદિ. તે કાળ તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અન્તવાસી શ્રી આર્યસુધર્મા સ્વામી વિચરી રહ્યા હતા. તેમનું વર્ણન કેશી શ્રમણ સમાન આ પ્રકારે છે –
માતાનું કુળ વિશુદ્ધ હેવાથી જાતિસંપન્ન હતા, પિતાને પક્ષ શુદ્ધ હેવાથી કુળસંપન્ન હતા, બલસંપન્ન હતા, અર્થાત્ સંહનાથી ઉત્પન્ન થયેલા પરાક્રમવાળા હતા. વજષભનારીચ સંઘયણધારી હતા. જે આઠ કોને નાશ
શ્રી નિરયાવલિકા સૂત્ર