________________
મંગલાચરણ
શ્રી નિરયાવલિકા સૂત્રની સુંદરધિની નામે ટીકાને ગુજરાતી અનુવાદ.
મગલાચરણ,
જેનાં ચરણ કમળ દેવ મનુષ્ય તથા મુનિવરેાથી વંતિ છે, જે સ તત્ત્વના જાણનારા તથા એધિ સ્વરૂપને આપવા વાળા છે, જે સંસાર સાગર તરી જવા માટે હાડી રૂપી શ્રુતચારિત્ર ધર્મના ઉપદેશક છે, જે જ્ઞાનરૂપી ચક્ષુના દેનાર છે તથા ચાર પ્રકારના સંઘરૂપી તીર્થના પ્રભુ છે, એવા ત્રણ લેકમાં વિખ્યાત ( ચાવીસમા તીર્થંકર ) શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને, ( ૧ )
તથા સર્વ શાસ્ત્રોનું તત્ત્વ સમજાવવામાં ચતુર, જ્ઞાનદૃષ્ટિથી તત્ત્વાતત્ત્વના નિર્ણય કરવાવાળા, સંપૂર્ણ લખીવાળા, ચૌદ પૂર્વ ધારક, સ્યાદ્વાદ રૂપી જિનવચનનાં રહસ્યને ખતાવનાર, છકાયની રક્ષા કરનાર તથા ચરણ કરણના ધારક, મુનિએમાં પ્રધાન એવા શ્રી ગૌતમ સ્વામીને મસ્તક નમાવીને, (૨) તથા સમિતિ ગુપ્તિના ધારણ કરનારા, સમદશી, વિરતિ માર્ગોમાં વિચરનારા, પૃથ્વીની પેઠે તમામ પરિષહેા તથા ઉપસનિ સહન કરવાવાળા, નિરતિચાર ચારિત્રવાળા, સમ્યક્ ઉપદેશ આપવાવાળા, વાયુકાય આદિ જીવાની રક્ષાને માટે દ્વારા સહિત મુખ વસ્ત્રિકાથી જેનું મુખારવિન્દ્વ શેાલી રહ્યું છે. તથા જે સંસારસાગર તરવા માટે એક નાવ સમાન છે. એવા પરમ કૃપાળુ ગુરૂદેવને વંદન કરીને, (૩).
શાપ્રારંભ
તથા લેાકાલેાકના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળી જિન-વાણીને નમસ્કાર કરી હું ઘાસીલાલ મુનિ નિરયાવલિકા સૂત્રની ‘સુંદરધિની નામની ટીકાની
'
રચના કરૂં છું. (૪)
તે જ્ઞાહેન ઇત્યાદિ, તે કાળ તે સમયમાં અર્થાત્ અવસર્પિણી ( કાળ ) ના ચાથા આરાના હીયમાન (ઉત્તરતા) સમયમાં રાજગૃહ નામે એક પ્રખ્યાત નગર હતું કે જેમાં ગગનથુખી ઊંચાં ઊંચાં સુંદર મહાલયેા હતાં. જ્યાં સ્વ પર ચક્રના ભય ન હેાતા તથા તે નગર ધન ધાન્યાદિ ઋદ્ધિઓથી પરિપૂર્ણ સમૃદ્ધિવાળુ હતું, જે ત્યાંના
શ્રી નિરયાવલિકા સૂત્ર
८