________________
હૈ ગૌતમ ! શ્રી દેવીએ આ પ્રકારે આ દિવ્ય દેવઋદ્ધિને મેળવી છે. દેવલાકમાં તેની સ્થિતિ એક પલ્યાપમની છે.
ગૌતમ સ્વામી પૂછે છે:-~~
હે ભદન્ત ! આ શ્રી દેવી અહીંથી વ્યવીને ક્યાં જશે
ભગવાન કહે છે:
હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે અને બધાં દુ:ખના અંત લાવશે.
સુધર્મા સ્વામી કહે છે:--
હે જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પચૂલિકાના પ્રથમ અધ્યયનના ભાવ ઉપર પ્રમાણે નિરૂપિત કર્યો છે.
આ પ્રકારે શેષ ( બાકીના ) નવ અધ્યયનાના પણ ભાવ જાણી લેવા જોઈએ. આ નવનાં વિમાનનાં નામ તેના નામના જેવાંજ છે. સૌધ કલ્પમાં એ બધીના દેવીપણામાં જન્મ થયા. તેમના પૂર્વ ભવમાં નગર, ઉદ્યાન, પિતા આદિ તથા તેનાં પેાતાનાં નામ આદિ સંગ્રહણી ગાથામાં આવેલાં નામનાં જેવાં જાણવાં. આ બધી પાર્શ્વ પ્રભુની પાસે પ્રજિત થઇ અને તે બધી પુષ્પચૂલાની શિષ્યા થઈ હતી તથા બધી શરીરખાશિકા થઈ ગઈ હતી. દેવલાકમાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ સિદ્ધ થશે અને સર્વે દુ:ખના અંત લાવશે. (૨)
પછી અધી
પુષ્પચૂલિકા નામના ચેાથા વર્ગ સમાપ્ત,
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૩૧