________________
ત્યાર પછી અર્હત્ પાર્શ્વ પ્રભુના એ પ્રકારે કહેવાથી તે ભૂતા દારિકા હૃષ્ટ તુષ્ટ હૃદયથી ઈશાન કણમાં જઇને પોતાના જ હાથેથી આભૂષણ આદિને પેાતાના શરીર ઉપરથી ઉતારે છે. પછી તે દેવાનન્દ્રાની પેઠે પુષ્પચૂલા આર્યાની પાસે પ્રજિત થઈ ગુપ્તબ્રહ્મચારિણી બને છે. ત્યાર પછી તે ભૂતા આર્યા કોઇ એક વખતે શરીર ખાકુશિકા થઈ ગઈ જેથી તે પેાતાના હાથ, પગ, માથું, માં તથા સ્તનના અંદરના ભાગાને અને કાંખના અંદરના ભાગેા તથા ગુહ્યની અંદરના ભાગા વારવાર ધાવા લાગી. જ્યાં ત્યાં પણ સુવા માટે, બેસવા માટે સ્વાધ્યાય કરવા માટે ઉપર્યુક્ત સ્થાનના નિશ્ચય કરતી હતી તે પહેલાં જ ત્યાં પાણી છાંટતી હતી, પછી ત્યાં બેસતી હતી, સુતી હતી, સ્વાધ્યાય કરતી હતી. પછી તે ભૂતા આર્યાના આ પ્રકારના વ્યવહાર જોઇને પુષ્પચૂલા આર્યોએ તેને આ પ્રકારે કહ્યું:—હૈ દેવાનુપ્રિયે! આપણે ઈયોસમિતિ આદિ સમિતિએથી યુક્ત અને ગુપ્તભ્રહ્મચારિણી શ્રમણી નિગ્રંથી છીએ આપણને શરીર માકુશિકા થવું ઉચિત નથી. હે દેવાનુપ્રિયે ! તું શરીરખાકુશિકા થઈ ગઈ છે. તેથી હમેશાં હાથ, પગ આદિ અંગાને વારવાર ધુએ છે. એસવા, સુવા તથા સ્વાધ્યાય કરવાની જગા ઉપર પાણી છાંટે છે. માટે હે દેવાનુપ્રિયે ! તું આ પાપસ્થાનની આલાચના કર. ત્યાર પછી તે પુષ્પચૂલાની વાત ન માનીને તે ભૂતા આર્યા સુભદ્રા આર્યોની પેઠે એકલી જ જુદા ઉપાશ્રયમાં ઉતરી અને પૂર્વવત્ વતી સ્વતંત્ર થઈને રહેવા લાગી. ત્યાર પછી તે ભૂતા આર્યો ઘણાં ચતુર્થાં, ષષ્ઠ, અષ્ટમ આદિ તપેાથી આત્માને ભાવિત કરતી અને ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરતી તેણે પેાતાનાં પાપસ્થાનાની આલેાચના અને પ્રતિક્રમણ કર્યા વગર પછી કાળ અવસરમાં કાળ કરીને સૌધર્મ કલ્પના શ્રી અવતક વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં તે દેવ સમંધી અવગાહના દ્વારા શ્રી દેવી પણામાં જન્મ લીધે અને ભાષાપસિ, મન:પર્યાસ આદિ પાંચ પર્યાપ્તથી યુક્ત થઈ ગઈ. દેવગતીમાં ભાષા અને મન પતિ એક સાથે ખાંધવાના કારણે પાંચ પતિ કહી છે.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૩૦