________________
પુરૂષાથી ઉપાડાય એવી શિખિકા ( પાલખી ) ને ભૂતા દારિકા માટે તૈયાર કરી અને લઇ આવેા. ત્યાર પછી તે લેાકેા તે પાલખીને સજાવીને લાવ્યા. (૧).
હ્રી - ગન્ધદેવી ૯ કા વર્ણન
C
તળે કે' ઇત્યાદિ.
ત્યાર પછી તે સુદર્શન ગાથાપતિએ ભૂતા દારિકા કે જે સ્નાન કરીને તથા તમામ અલકારાથી વિભૂષિત હતી તેને તે શિખિકામાં બેસાડી. પછી તે પોતાના સર્વે મિત્ર, જ્ઞાતિ, સ્વજન ખંધુઓની સાથે લેરી, શરણાઇ આદિ વાજાએના ધ્વતિથી દિશાઓને મુખરિત કરતા રાજગૃહ નગરીની વચ્ચેવચ થઇને આવતાં ગુણશિલક ચૈત્યની પાસે પહોંચ્યા. ત્યાં તેમણે તી કરાના અતિશયને જોયા અને ત્યાં તે પાલખીને થેાભાવી. તથા ભૂતા દારિકા શિબિકામાંથી નીચે ઉતરી. ત્યાર પછી માતાપિતા ભૂતા દ્વારિકાને આગળ કરીને ચાલતાં જ્યાં પુરૂષાદાનીય અર્હત્ પાર્શ્વ પ્રભુ હતા ત્યાં આવ્યા. અને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન તથા નમસ્કાર કર્યો. પછી તેઓએ કહ્યું:——હૈ દેવાનુપ્રિય ! આ ભૂતા દ્વારિકા અમારી એકની એક પુત્રી છે. તે અમને બહુજ વહાલી છે. આ દ્વારિકા સૌંસારના ભયથી ઘણીજ ઉદ્વિગ્ન છે અને તેને જન્મ તથા મરણના ભય લાગ્યા કરે છે. તે માટે તે આપની પાસે મુડિત થઇને પ્રત્રજિત થવા ચાહે છે. હે ભદન્ત ! તે માટે અમે આપને આ શિષ્યારૂપ ભિક્ષા દઇએ છીએ. હે દેવાનુપ્રિય ! આ શિષ્યારૂપ ભિક્ષાના આપ સ્વીકાર કરી.
ભગવાને કહ્યું:—હે દેવાનુપ્રિયે ! જેવી તમારી ઇચ્છા.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૯