________________
શ્રીદેવીકા વર્ણન
ચતુર્થ વર્ગ (૪)
પુપચૂલિકા. “જળ એ ઈત્યાદિ. જમ્મુ સ્વામી પૂછે છે –
હે ભદ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતા વર્ગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી તેમણે શું કહ્યું છે?
હે જમ્મુ ! ત્યાર પછી ભગવાને પુષ્પચૂલિકા વર્ગનું નિરૂપણ કર્યું છે. તેમાં તેઓએ દશ અધ્યયન બતાવ્યાં છે. જેનાં નામ આવા પ્રકારના છે –(૧) શ્રી, (૨) હી, (૩) ધી, (૪) કીર્તિ, (૫) બુદ્ધિ, (૬) લક્ષ્મી, (૭) ઇલાદેવી, (૮) સુરાદેવી, (0 રસદેવી, (૧૦) ગન્ધદેવી.
હે જખ્ખ ! આ પ્રમાણે ભગવાને દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે – જમ્મુ સ્વામી પૂછે છે =
હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પચૂલિકા નામે ચેથા વર્ગરૂપ ઉપાંગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તે પ્રથમ અધ્યયનમાં તેમણે કર્યો ભાવ બનાવ્યું છે ?
સુધર્મા સ્વામી કહે છે –
હે જબ્બ ! પ્રથમ અધ્યયનના ભાવને આવી રીતે નિરૂપણ કર્યો છે – તે કાળ તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણલિક નામે ચૈત્ય હતું. તે નગરીને રાજા શ્રેણિક હતું. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા પરિષદુ તેમના દર્શન માટે નીકળી. તે કાળ તે સમયે શ્રી દેવી સૌધર્મકલ્પના શ્રી અવતંસક વિમાનમાં સુધર્માસભાની અંદર શ્રી સિંહાસન પર ચાર હજાર
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૬