________________
ભગવાને કહ્યું –
તે કાળ તે સમયે મણિપદિકા નામની નગરી હતી. તેમાં માણિભદ્ર નામે એક ગાથાપતિ હતે. જેણે સ્થવિરેની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી અગીયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાય, ચારિત્ર પયાયનું પાલન કર્યું. માસિકી સંલેખનાથી અનશન દ્વારા સાઠ ભકતોનું છેદન કરી પાપ સ્થાનેની આલેચના પ્રતિકમણ કરી કાળ અવસરમાં કાળ કરીને માણિભદ્ર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેની સ્થિતિ બે સાગરોપમ છે. આખરે દેવલેકથી અવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. અને સર્વે ને અંત લાવશે.
સુધર્મા સ્વામી કહે છે –
હે જમ્મુ ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીર પુપિતાના છઠ્ઠા અધ્યયનના ભાવનું પ્રતિપાદન કર્યું.
પુષ્પિતાનું છઠું અધ્યયન સમાપ્ત
દત્ત, શિવ, બલ, અનાદત કા વર્ણન
આ પ્રકારે ૭ દત્ત, ૮ શિવ, ૯ બલ, ૧૦ અનાદત આ બધા દેવોનું વર્ણને પૂર્ણભદ્ર દેવના જેવું જાણી લેવું જોઈએ. બધાની સ્થિતિ બળે સાગરોપમ છે. તે દેવોના નામના જેવાજ તેમનાં વિમાનનાં નામ છે. દત્ત પિતાના પૂર્વજન્મમાં ચન્દના નગરીમાં, શિવ મિથિલામાં, બલ હસ્તિનાપુરમાં અનાદત કાકદીમાં જન્મ્યા હતાં. સંગ્રહણી ગાથા અનુસાર ઉદ્યાન જાણી લેવાં જોઈએ. જે ૭ ૮ ૯ ૧૦ | પુષિતાનું સાતમું-આઠમું-નવમું-દશમું અધ્યયન સમાપ્ત.
પુષ્મિતા નામે તૃતીય વર્ગ સમાપ્ત.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૫