________________
માણિભદ્રદેવકા વર્ણન
છઠું અધ્યયન, =ાં મને ' ઇત્યાદિ. જમ્મુ સ્વામી પૂછે છે:- હે ભદન્ત ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પાંચમા અધ્યયનને પૂર્વોક્ત ભાવ બતાવ્યું છે તો પછી છઠ્ઠા અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યું
ભગવાન કહે છે:--
હે જબ્બ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણલિક નામે ચૈત્ય હતું. શ્રેણિક નામના રાજા તેમાં રાજ્ય કરતા હતા. ભગવાન મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યા. પરિષદ્ ભગવાનને વંદન કરવા ગઈ. તે કાળ તે સમયે માણિભદ્ર દેવ સુધર્મા સભામાં માણિભદ્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવેની સાથે બેઠેલા હતા. માણિભદ્ર દેવ પૂર્ણભદ્રની પેઠે ભગ વાનની પાસે આવ્યા અને નાટય વિધિ દેખાડી અન્તર્ધાન થઈ ગયા–પાછા જતા રહ્યા. ગૌતમે માણિભદ્રની દિવ્ય દેવ ઋદ્ધિના બાબત અગાઉની પેઠે પ્રશ્ન કર્યો. ભગવાને કૂટાગારશાલાના દૃષ્ટાંતથી તેને ઉત્તર આપ્યું. ગૌતમે માણિભદ્ર દેવના પૂર્વજન્મ વિષે પ્રશ્ન કર્યો.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૪