________________
ભક્તોનું અનશન વડે છેદન કરી પિતાના પાપ સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરી. તથા કાળ અવસર આવતાં કાળ કરી સૌધર્મ કલ્પના પૂર્ણભદ્ર વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં તે પૂર્ણ ભદ્ર દેવપણામાં ઉત્પન્ન થઈને ભાષા-પર્યાપ્તિ મન પર્યાપ્તિ આદિ પર્યાપ્તિઓથી પર્યાપ્તિભાવને પ્રાપ્ત કર્યા. હે ગૌતમ ! પૂર્ણભદ્રદેવે આ પ્રકારે આ દિવ્ય દેવની ઋદ્ધિને પ્રાપ્ત કરી
ગૌતમ સ્વામી પૂછે છે – હે ભદન્ત ! પૂર્ણભદ્ર દેવની સ્થિતિ કેટલા કાળની છે ? ભગવાન કહે છે – હે ગૌતમ ! પૂર્ણભદ્ર દેવની સ્થિતિ બે સાગરોપમની છે. ગૌતમે વળી પૂછયું:
હે ભદન્ત . આ પૂર્ણભદ્રદેવ દેવલોકથી ચુત થઈને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે ?
ભગવાને કહ્યું:
હે ગૌતમ! આ પૂર્ણભદ્રદેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે અને તમામ દુને અંત આણશે
સુધર્મા સ્વામી કહે છે?
હે જબ્બ મેક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રકારે પુષ્પિતાના પાંચમા અધ્યયનને ભાવ કહ્યો છે તે મેં તને કહ્યો છે.
પુષિતાનું પાંચમું અધ્યયન સમાપ્ત.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૩