________________
આર્ય સુધર્માએ કહ્યું –
હે જમ્મુ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું ત્યાં ગુણશિલક નામનું ચેત્ય હતું. તે નગરને રાજા શ્રેણિક હતું, તે કાળે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. ભગવાનનાં દર્શન માટે પરિષદ નીકળી. તે કાળ તે સમયે પૂર્ણભદ્ર દેવ સૌધર્મકલ્પના પૂર્ણભદ્ર વિમાનમાં સુધર્મા સભાની અંદર પૂર્ણભદ્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવોની સાથે બેઠેલા હતા. તે પૂર્ણભદ્ર દેવ, સૂર્યાભદેવના જેવા ભગવાનને બત્રીસ પ્રકારની નાટયવિધિ બતાવી જે દિશામાંથી આવ્યા તે દિશામાં પાછા ગયા. ગૌતમે ભગવાનને પૂર્ણભદ્ર દેવની દેવઋદ્ધિના વિષયમાં પૂછ્યું, ભગવાને પૂર્વવત્ કૂટાગારશાલાના દૃષ્ટાંતથી તેને પ્રતિબંધિત કર્યા પછી ગૌતમને તે દેવના પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા થવાથી ભગવાને કહ્યું ––તે કાળ તે સમયે આ મધ્ય જમ્બુદ્વીપના ભારત ક્ષેત્રમાં મણિપદિકા નામે નગરી હતી. જેમાં મોટી મોટી અટારિઓવાળી હવેલી હતી તથા બહાર તેમજ અંદર શત્રુઓથી રહિત અને ધનધાન્ય આદિથી સંપન્ન હતી. તે નગરીના રાજાનું નામ ચન્દ્ર હતું. તેમાં તારાકર્ણ નામે એક ઉદ્યાન હતો. તે નગરીમાં પૂર્ણભદ્ર નામે ધનધાન્ય સંપન્ન ગાથાપતિ રહેતા હતા. તે કાળ તે સમયે જાતિસંપન્ન-કુળસંપન્ન સ્થવિર પદથી ભૂષિત એવા મુનિરાજ જે જીવનની આશા અને મરણના ભયથી રહિત તથા બહુશ્રુત અને બહુમુનિ પરિવારથી યુકત તીર્થંકર પરંપરાથી વિચરણ કરતા મણિપત્રિકા નગરીમાં પધાર્યા જનસમુદાયરૂપ પરિષદ તેમના દર્શન માટે નીકળી. ત્યાર પછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ તે સ્થવિરેના આવવાના ખબર જાણું છુષ્ટ તુષ્ટ હૃદયથી ભગવતીસૂત્રમાં કહેલ ગંગદત્તની પેઠે તેમના દર્શનને માટે ગયા અને ધર્મકથા સાંભળીને યાવત્ પ્રજિત થઈ ગયા. તથા ઈસમિતિ આદિથી યુક્ત થઈને ગુસબ્રહ્મચારી થઈ ગયા. ત્યાર પછી તે પૂર્ણભદ્ર અનગારે તે સ્થવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યચન કર્યું અને ઘણાં ચતુર્થષ8 અષ્ટમ આદિ તપથી આત્માને ભાવિત કરીને બહુ વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. પછી માસિકી સંલેખનાથી સાઠ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૨